
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા પોલીસે રાજ્ય બહારની ચોરીની મોટરસાયકલ સાથે ઝરી કળસીયા રોડ ઉપરથી એક ઈસમને દબોચી જેલ ભેગો કર્યો
ગરબાડા તા. ૧૭
ગરબાડા પોલીસ મથકના પી.એસ આઇ જે એલ પટેલ તેમજ પોલીસ સ્ટાફના માણસો સાથે વિદેશી દારૂનો વેપલો કરતા બુટલેગરોને ઝડપી પાડવા માટે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એમ.પી તરફથી એક મોટરસાયકલ ચાલક પોતાની અપાચી મોટરસાયકલ ઉપર તાડી લઈને આવતો હતો. પોલીસે ઈસમને પકડી પાડી પોલીસ મથકે લાવી તેની પૂછપરછ કરી આરોપી સુરેશભાઈ સનાભાઇ વહુનિયા સામે 584/ 2024 પ્રોહી કલમ 15 સી 65 એ.એ મુજબ ગુનો નોંધી. આરોપી પાસે મોટરસાયકલ ના કાગળો માગતા સંતોષકારક જવાબ ન આપતા જે બાબતે પોકેટકોપમાં સર્ચ કરતા મોટરસાયકલ ના માલિક નું નામ ઇન્દોર શહેરનું મળતા આરોપી પાસે વધુ વધુ પૂછપરછ કરતા બાઈક ચોરી ની હોવાનું સામે આવ્યું હતું. જે બાબતે આરોપીનો કબજો ઇન્દોર પોલીસને સોંપી આગળને કાર્યવાહી હાથ ધરી હતી .