કલ્પેશ શાહ :- પીપલોદ
પીપલોદ-છાપરવડ વચ્ચેનો સ્ટેટ હાઇવે ખખડધજ બન્યો, વાહન ચાલકો ત્રસ્ત..
પિપલોદ થી છાપરવડ નહેર સુધીનો સ્ટેટ હાઇવેનો રસ્તો બિલકુલ બિસ્માર હાલતમાં પહોંચી જતા રસ્તામાં મોટા મોટા ખાડા પડી ગયેલા હોવાના લીધે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
પીપલોદ તા. ૨
પિપલોદ થી છાપરવડ નહેર, સુધીનો સ્ટેટ હાઇવે નો રસ્તા પર તોયણી ગામે સુથાર ફળિયા પાસે આખા રસ્તા ઉપર ખાડો પડી ગયો હોવા છતાં સ્ટેટ હાઇવેના અધિકારીઓ દ્વારા ખાડા પૂરવામાં નથી આવતા જ્યારે ત્યાંથી પસાયતા કેસરપુર છાપરવડ વગેરે ગામોમાં પણ સ્ટેટ હાઇવેના રસ્તા ઉપર ખાડાની વણઝાર હોવા છતાં સરકારી તંત્ર નિંદ્રાધીન થઈને બેઠુ હોય તેમ લાગી રહ્યું છે જ્યારે સ્ટેટ હાઇવે ના રસ્તાઓમાં જ્યાં દેખો ત્યાં ખાડા પડી ગયા છે અને ગામડાઓ માંથી નીકળતા રસ્તાઓ સારા હોવાના લીધે વાહન ચાલકોમાં એક સવાલ ઊભો થયો છે કે પહેલા ગામડાઓના રસ્તામાં જ્યાં દેખો ત્યાં ખાડા દેખાતા હતા જ્યારે હવે આ સ્ટેટ હાઇવેના રસ્તામાં જ્યાં દેખો ત્યાં ખાડા દેખાતા થઈ ગયા અને ગામડાના રસ્તા સારા થઈ ગયા. લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે જ્યારે આ પીપલોદ થી છાપરવડ નહેર સુધીના રસ્તા માટે વારંવાર સ્ટેટ હાઇવેના અધિકારીઓને કહેવા છતા સ્ટેટ હાઇવે ના ખાડા પૂરવામાં નથી આવતા જેનો ભોગ વાહન ચાલકો બનતા હોય છે જ્યારે રસ્તો તો નવો બનશે ત્યારે બનશે પરંતુ હમણાં જે ખાડા પડી ગયા હોય તેને પૂરવામાં પણ સ્ટેટ હાઇવે ના અધિકારીઓની ઊંઘ ઊડતી નથી તેમ લાગી રહ્યું છે કે પછી વાહન ચાલકો ને તેમની ગાડીઓને વધારે નુકસાન થાય અને વાહન ચાલકો હેરાન થાય તેના માટે આ ખાડા પૂરવામાં નથી આવતા તેમ લાગી રહ્યું છે જ્યારે હમણાં લોકસભાનું ઇલેક્શન ચાલી રહ્યું હોય ત્યારે આ સ્ટેટ હાઇવે ના રસ્તા ઉપરથી પણ ઘણા મોટા અધિકારીઓ આવતા હોય છે તે પણ આ રસ્તા માટે કશું કહી શકતા નથી તેમ લાગી રહ્યું છે શું પિપલોદ થી છાપરવડ નહેર સુધીના સ્ટેટ હાઇવે ના રસ્તા ના ખાડાઓ પુરા સે ખરા તે એક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે