Sunday, 08/09/2024
Dark Mode

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ આંગણવાડી બહેનો અને શિક્ષિકા બહેનોએ “વોટ ફોર ઈન્ડિયાના ” સ્લોગનની બનાવી રંગોળી

April 27, 2024
        518
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪  આંગણવાડી બહેનો અને શિક્ષિકા બહેનોએ “વોટ ફોર ઈન્ડિયાના ” સ્લોગનની બનાવી રંગોળી

રાજેશ  વસાવે :- દાહોદ 

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪

આંગણવાડી બહેનો અને શિક્ષિકા બહેનોએ “વોટ ફોર ઈન્ડિયાના ” સ્લોગનની બનાવી રંગોળી

દાહોદ તા. ૨૭

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ આંગણવાડી બહેનો અને શિક્ષિકા બહેનોએ "વોટ ફોર ઈન્ડિયાના " સ્લોગનની બનાવી રંગોળી

લોકસભા સામાન્ય ચૂંટણીના મહાપર્વમાં દરેક નાગરિક જોડાય તે માટે દાહોદ જિલ્લામાં સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ અંગે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ત્યારે દાહોદ વિશ્રામગૃહ,તાલુકા પંચાયત કચેરી અને ઈજનેરી કોલેજ ખાતે “મતદાન જાગૃતિ અભિયાન”નું આયોજન કરવામાં આવ્યું હતું. 

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ આંગણવાડી બહેનો અને શિક્ષિકા બહેનોએ "વોટ ફોર ઈન્ડિયાના " સ્લોગનની બનાવી રંગોળી

બહેનો દ્વારા બનાવેલી અને આંખે વળગે તેવી આકર્ષિત રંગોથી શણગારેલી રંગોળી દ્વારા મતદાન જાગૃતિ માટેનો અનોખો પ્રયાસો હાથ ધરવામાં આવ્યો હતો. આ કલાત્મક રંગોળી દ્વારા તમામને મતદાન કરવા સંદેશ આપવામાં આવ્યો હતો. મતદાન કરવું તે આપણી નાગરિક તરીકેની નૈતિક ફરજ છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં દરેક નાગરિક પોતાના પરિવાર સાથે અવશ્ય મતદાન કરે તે માટેનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.

 

મદદનીશ ચૂંટણી અધિકારી સુશ્રી નીલાંજસા રાજપૂતની સૂચના મુજબ શિક્ષિકા બહેનો તેમજ આંગણવાડી બહેનો દ્વારા રંગોળી વડે વિવિધ સંદેશ આપતા સૂત્રો જેવાકે, મતદાન એ આપણો અધિકાર છે, વોટ ફોર ઈન્ડિયા, વોટ ફોર સ્યોર સહિત વિવિધ રંગોળી દોરી ને મતદાન વધુમાં વધુ થાય એવા સંદેશ સાથે મતદાન જાગૃતિ કાર્યકમ કરવામાં આવ્યો હતો.  

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ આંગણવાડી બહેનો અને શિક્ષિકા બહેનોએ "વોટ ફોર ઈન્ડિયાના " સ્લોગનની બનાવી રંગોળી

 આ પ્રસંગે મામલતદાર શ્રી મનોજ મિશ્રા, નાયબ મામલતદાર સુશ્રી ફિરદોશ, નાયબ મામલતદાર શ્રી રવીન્દ્ર ,સહિત શિક્ષિકા બહેનો, આંગણવાડી બહેનો ઉપસ્થિત રહ્યા હતા. 

૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!