રાહુલ સિકલીગર :- પીપલોદ
દે.બારિયા કોંગ્રેસમાં ભંગાણ: લોકસભાની ચૂંટણીમાં કપરા ચઢાણ.?
પીપલોદમાં પાયાના કોંગ્રેસી કાર્યકર્તાઓએ બીજેપીમાં સમેલ થયાં..
પીપલોદ તા. ૧૦
પીપલોદ ગામે પરમાર ફળિયામાં હનુમાન ભક્ત બાપા સીતારામની મઢુલીએ ગતરોજ વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાય તેવા ફળિયામાં થઈ કોંગ્રેસના મુખ્ય આગેવાનો અને કાર્યકર્તાઓ અમરસિગભાઈ ભયજીભાઈ પરમાર, મોહનભાઈ માનસિંગભાઈ ગદઓલ, રતન સકરા વણકર, છત્રસિંહ પરમાર, કાળુભાઈ પરમાર, કેસરભાઈ પુજારા, પુનમભાઈ ડેપ્યુટી સરપંચ સબુરભાઈ માજી તાલુકા સભ્ય સવજીભાઈ માજી ડેપ્યુટી સરપંચ ભરતભાઈ પ્રતાપભાઈ બારીયા તમામ કાર્યકર્તાઓ અને જિલ્લા સભ્ય અશ્વિનભાઈ મકવાણા માજી આરોગ્ય સમિતિ ચેરમેનની આગેવાનીમાં દેવગઢ બારીયાના ધારાસભ્ય શ્રી બચુભાઈ ખાબડ ગુજરાત સરકારના મંત્રીના હસ્તે ભગવો ભારતીય જનતા પાર્ટીની ભગવો ખેસટોપી પહેરાવીને ભાજપમાં પ્રવેશ લીધો હતો આ પ્રસંગમાં આજુબાજુના તમામ આગેવા નો ભાઈઓ-બહેનો વડીલ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં બચુભાઈ ખાબડે દુઃખની લાગણી સાથે જણાવ્યું હતું કે બારીયા તાલુકાનું સૌથી મોટું પીપલોદ ગામ જેને ખૂબ લાંબા સમયથી ખોટા રસ્તે ભટકી ગયા હતા જેના કારણે વિકાસના નાના-મોટા કામોથી વંચિત રહ્યા હશે તે સૌ આગેવાનોની આસા પૂર્ણ કરવાનુ વિશ્વાસ આપ્યો હતો અને આ પ્રસંગે આગેવાનો અને આવ સૈવકાર્યકર્તા ઓએ મંત્રીશ્રી બચુભાઈ ખાબડ નો ખૂબ ઉત્સાહભેર ફૂલહાર પહેરાવી ભારત માતા ના જય કારા સાથે તેઓનું સ્વાગત પણ કર્યું હતું.