ઝરીબુઝર્ગ ગામે પશુ બાંધવાના મકાનમાં આકસ્મિક આગ લાગતાં ૨ ભેંસ, ૧ બળદનું મોત;૨ભેંસ ગંભીર.

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

ઝરીબુઝર્ગ ગામે પશુ બાંધવાના મકાનમાં આકસ્મિક આગ લાગતાં ૨ ભેંસ, ૧ બળદનું મોત;૨ભેંસ ગંભીર.

ગરબાડા તા. ૮ 

ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામે ભુરીયા કૂવા ફળિયામાં રહેતા નળવાયા નાનાભાઈ કુકાભાઈ ના પશુ બાંધવાના કાચા મકાનમાં તારીખ ૦૬/૦૪/૨૦૨૪ ના રોજ રાત્રીના ૧૧:૦૦ વાગ્યાના સમયે આ પશુ બાંધવાના કાચા મકાનમાં આકસ્મિક આગ લાગી હતી જે આગની ઝપેટમાં મકાનની અંદર બાંધેલ બે ગાભણ ભેંસ તેમજ એક બળદ મરણ પામ્યા હતા તેમજ અન્ય બે ભેંસ બળી જતા ગંભીર હાલતમાં હોવાનું જાણવા મળેલ છે જે બાબતની જાણ ગ્રામ પંચાયત ના તલાટી ને કરાંતા સ્થળ પર પહોંચી આગ લાગવાથી થયેલ નુકશાનનો પંચક્યાસ કરી સહાય અપાવવા માટેના કાગળો કરવાની તજવીજ હાથ ધરી હતી કાચા મકાનમાં આગ લાગવાની ઘટનામાં ૨ ભેંસ તેમજ ૧ બળદનું મરણ થતાં મકાન માલિકને કુલ ૧,૭૦,૦૦૦ ને નુકશાન થયું હોવાની માહિતી મળી રહી છે.

Share This Article