
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ તાલુકાના ગલાલીયાવાડમાં પરણીતાએ અગમ્ય કારણોસર આયખું ટૂંકાવ્યું.
દાહોદ તા.04
દાહોદ તાલુકાના ગલાલીયા વાળમાં રેતી 27 વર્ષીય પરિણીતાએ મહિલાએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આઈખું ટૂકાવ્યાંનું જાણવા મળે છે.
દાહોદ તાલુકાના ગલાલીયાવાડ વિસ્તારમાં રહેતી 27 વર્ષીય દામીસા ભાભોર નામક પરિણીત મહિલાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા વિસ્તારમાં ચકચાર જવા પામી છે. જોકે આ મહિલાએ કયા કારણોસર આત્મહત્યા કરી છે તે હજુ સુધી બહાર આવ્યું નથી પરંતુ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.અને મરણ જનાર પનીતાના મૃતદેહને પીએમ અર્થે નજીકના હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ પરિણીત મહિલા સિધ્ધરાજ જયસિંહ તળાવ ખાતે ભારત વિકાસ ગ્રુપ કંપનીમાં થોડા દિવસ પહેલા કામ કરતી હતી. હાલ આ મામલે પોલીસે વધું તપાસ હાથ ધરી છે.