દાહોદ જિલ્લાના સરહદી વિસ્તારના મતદાન મથકોની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુડે

Editor Dahod Live
1 Min Read

લોકસભા ચુંટણી – ૨૦૨૪

દાહોદ જિલ્લાના સરહદી વિસ્તારના મતદાન મથકોની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુડે

દાહોદ તા. ૩૦ 

લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ સંદર્ભે ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન અને મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીના નેતૃત્વમાં રાજ્યભરમાં સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. તમામ મતદાન મથકો પર મતદારો માટે ચૂંટણી દરમિયાન આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તથા તે અંગે કરવાના થતા આયોજન અંગે જિલ્લા ચુંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુડે એ જરૂરી સુચનો કર્યા હતા.

દાહોદ જિલ્લામાં ધાનપુર તાલુકામાં આવેલ રત્નમહાલ રીછ અભ્યારણ ખાતે જિલ્લા ચુંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુડેએ ભૂવેરો અને અલિન્દ્રાના મતદાન મથકોની મુલાકાત લઇ મતદાન મથક ખાતે આવેલ ઉપલબ્ધ આવશ્યક સુવિધાઓ બાબતે જાત નિરિક્ષણ કર્યું હતું અને સૂચનો કર્યા હતા.

આ મુલાકત દરમિયાન ધાનપુર મામલતદાર શ્રી રાકેશ મોદી ,સહિત અધિકારી શ્રીઓ અને કર્મચારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.  

૦૦૦

Share This Article