
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં સામાજિક ન્યાય સમિતિ ચેરમેનની વરણી કરાઈ.
ગરબાડા તા. ૧૨
તારીખ ૧૨/૦૩/૨૦૨૪ ના રોજ ગરબાડા તાલુકા પંચાયત કચેરી ખાતેના સભા હોલમાં તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોરની અધ્યક્ષતામાં તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી હતી જે સામાન્ય સભામાં સામાજિક ન્યાય સમિતિ ચેરમેન તરીકે બોરિયાલા તાલુકા પંચાયત સીટના તાલુકા સભ્ય વિનોદભાઈ નાથાભાઈ પરમારની વરણી કરવામાં આવી હતી તેમને તમામ તાલુકા સભ્યો તેમજ તાલુકા પંચાયત ના કર્મચારીઓ દ્વારા મીઠાઈ ખવડાવી અને ફૂલહાર પહેરાવી શુભકામનાઓ પાઠવી હતી તથા આ સામન્ય સભામાં તાલુકા પંચાયતનું અંદાજ પત્ર રજૂ કરવામાં આવ્યા આવ્યું હતું.
આ વેળાએ તાલુકા વિકાસ અધિકારી રાઠવા,તાલુકા સભ્યો અને તાલુકા પંચાયત કચેરીનો સ્ટાફ હાજર રહ્યા હતા.