
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના પાટી ગામે એકલ વિદ્યાલયના આચાર્યનો માસિક અભ્યાસ વર્ગ યોજાયો
સુખસર,તા.10
ફતેપુરા તાલુકાના પાટી ગામે એકલ વિદ્યાલયના આચાર્ય ભાઈ- બહેનોનો માસિક અભ્યાસ વર્ગ તારીખ 10/3/2024રવિવારના રોજ 9:30 કલાકથી 5:00 કલાક દરમિયાન યોજવામાં આવ્યો હતો.ફતેપુરા તાલુકાના જુદા-જુદા ગામડાઓમાં 90 જેટલા એકલ વિદ્યાલય કેન્દ્ર ચાલી રહ્યા છે.જેમાં મોટાનટવા સંચ કેન્દ્રમાં આવતા 30 ગામોમાં આચાર્ય ભાઈ- બહેનો બાળકોને શિક્ષણની સાથે-સાથે સંસ્કાર,વડીલોનો આદર કરવો,સન્માન કરવું જેવી બાબતોનુ માર્ગદર્શન આપવામાં આવે છે.સાથે-સાથે શિક્ષણ,આરોગ્ય,પોષણ અને ગ્રામો ઉત્થાન જેવા કાર્યો પણ કરી રહ્યા છે. આ અભ્યાસ વર્ગમાં સવારથી સાંજ સુધી અલગ અલગ સત્ર લેવામાં આવ્યા હતા.જેમાં લાલાભાઇ મહિડા, શંકરભાઈ કટારા અને સરદારસિંહ મછાર ઉપસ્થિત રહીને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.