દાહોદ જિલ્લામાં તહેવાર ટાણે વિદેશી દારૂની રેલમછેલ… દાહોદ તાલુકાના આગાવાડા ગામે ટેમ્પામાં લઇ જવાતો બે લાખ ઉપરાંત વિદેશી દારૂ ઝડપાયો: પોલીસે 3.67 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો..

Editor Dahod Live
1 Min Read

જીગ્નેશ બારીઆ :- દાહોદ

દાહોદ જિલ્લામાં તહેવાર ટાણે વિદેશી દારૂની રેલમછેલ… દાહોદ તાલુકાના આગાવાડા ગામે ટેમ્પામાં લઇ જવાતો બે લાખ ઉપરાંત વિદેશી દારૂ ઝડપાયો: પોલીસે 3.67 લાખના મુદ્દામાલ સાથે એકની અટકાયત કરી

દાહોદ તા.20

દાહોદ તાલુકાના આગાવાડા ગામેથી પોલીસે એક ટેમ્પામાંથી વિદેશી દારૂનો કુલ રૂપિયા 2,12,760/- ના મુદ્દામાલ સાથે ચાલકની અટક કર્યાનું જાણવા મળે છે જ્યારે ટેમ્પાની કિંમત મળી કુલ રૂપિયા 3,67,760/- નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે.

ગત તારીખ ૧૮મી ઓક્ટોબરના રોજ કતવારા પોલીસને મળેલ બાતમીના આધારે આગાવાડા ગામે રસ્તા પર નાકાબંધી કરી આવતા જતા તમામ વાહનોની તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન બાતમીમાં દર્શાવેલ એક ટેમ્પો ત્યાંથી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ટેમ્પો નજીક આવતાની સાથે પોલીસે તેને ચારે તરફથી ઘેરી લઇ ટેમ્પોચાલક રોશનભાઈ (રહે.ઝાબુઆ,મધ્ય પ્રદેશ) ની પોલીસે અટક કરી ગાડીની તલાશી લેતા ગાડીમાંથી વિદેશી દારૂની પેટીઓ નંગ.36 જેની કુલ કિંમત રૂપિયા 2,12,760/- ના પ્રોહી જથ્થા સાથે ટેમ્પાની કિંમત મળી કુલ રૂપિયા 3,67,760/- નો મુદ્દામાલ કતવારા પોલીસે કબજે લઈ ઉપરોક્ત ચાલક વિરુદ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Share This Article