
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના ભીલવા ગામ ખાતે પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખના હસ્તે નવીન વીજ કનેક્શન આપવામાં આવ્યા
ગરબાડા તા. ૪
ગરબાડા તાલુકાના ભીલવા ગામ ખાતે ગરબાડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મનીષાબેન અર્જુનભાઈ ગણાવવાના હસ્તે ભીલવા ગામના જુદા જુદા ફળિયામાં સૌથી વધારે નવીન વીજ કનેક્શન આપવાને કામગીરી હાથ ધરવામાં આવી હતી મળતી વિગતો અનુસાર સરકાર દ્વારા છેવાડાના માનવીને સરકારશ્રીની બધી જ યોજનાઓનો લાભ મળી રહે તે માટે સરકારશ્રીની વિવિધ યોજનાઓ જાહેર કરવામાં આવતી હોય છે જેમાં થોડા સમય અગાઉ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મનિષાબેન અર્જુનભાઈ ગણાવા દ્વારા ભીલવા ગામ ખાતે MGVCL માં કનેક્શન વગરના100 થી વધારે ઘરોની ભલામણ કરવામાં આવી હતી જેને આજરોજ ભીલવા ગામ ખાતે MGVCL દ્વારા 100 થી વધારે નવીન મકાનોમાં વિજ કનેક્શન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી