નવીન સિકલીગર :- પીપલોદ
દે.બારિયાના પીપલોદ શાળામાં એક લઘુમતિ કોમના યુવકે બાળકીને ચિઠ્ઠી વડે મોબાઈલ મોકલતા ફરીયાદ નોંધાઈ.
દાહોદ તા.૦૩
દાહોદ જિલ્લાના દેવગઢ બારિઆ તાલુકાના પીપલોદ ગામે શાળામાં રિસેશના સમયે એક યુવકે એક ૧૨ વર્ષીય સગીરાને મોબાઈલ નંબર લખેલ ચિઠ્ઠી આપી કોન્ટેક્ટ કરવાની કોશિશ કરવાનો પ્રયાસ કરતા આ સંબંધે પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાયાનું જાણવા મળે છે.
ગત તારીખ ૦૧ માર્ચના રોજ દેવગઢ બારિઆ તાલુકામાં રહેતી એક બાર વર્ષીય સગીરા પીપલોદ ગામે આવેલ શાળામાં અભ્યાસ કરવા ગઈ હતી અને તે સમયે બપોરના એક વાગ્યાના આસપાસ શાળાની રિસેસ પડી હતી ત્યારે દેવગઢ બારિઆ તાલુકાના પીપલોદ ગામે રહેતો સમીર સલીમ પઠાણે સગીરા પાસે જઈ મોબાઈલ નંબર લખેલ ચિઠ્ઠી આપી કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી તેમ જ વારંવાર મરજી વિરુદ્ધ કોન્ટેક્ટ કરવાની કોશિશ કરતો હતો ત્યારે આ અંગેની જાણ સગીરાએ પોતાના પરિવારજનોને કરતા ગતરોજ આ સંબંધે સગીરાના પિતા દ્વારા પિપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.