
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડાટ બજારમાં આરોગ્ય વિભાગ દ્વારા ભવાઈ કાર્યક્રમ કરવામાં આવ્યો
ભવાઇના નાટક દ્વારા હાટ બજારમાં લોકોને ટી.બીના રોગથી જાગૃત થવા માર્ગદર્શન આપવામાં આવ્યું
ગરબાડા તા. ૪
આજે રોજ ગરબાડા હાટ બજારમાં દાહોદ જિલ્લા આરોગ્ય અધિકારી તથા જિલ્લા રક્તપિત અધિકારી તેમજ ગરબાડા આરોગ્ય અધિકારી એ આર ડાભીના માર્ગદર્શન હેઠળ ગરબાડા આરોગ્ય વિભાગ દ્વારા ભવાઇ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સ્પર્શ લેપ્રસી ઓવરનેસ કેમ તેમ જ ટી.બી વિશે લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે ગરબાડા હાર્ટ બજારમાં જુદી જુદી જગ્યા ઉપર ભવાઈનું નાટક યોજીને લોકોને જાગૃત કરવા માં આવ્યા હતા. કાર્યક્રમમાં ગરબાડા આરોગ્ય વિભાગના તેમ જ ટી.બી વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા