ગરબાડા તાલુકાની કલરવ સ્કૂલ ખાતે વાર્ષિક (એન્યુઅલ ફંકશન) સમારોહની ઉજવણી કરવામાં આવી

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડા તાલુકાની કલરવ સ્કૂલ ખાતે વાર્ષિક (એન્યુઅલ ફંકશન) સમારોહની ઉજવણી કરવામાં આવી

કાર્યક્રમમાં ગરબાડા કોર્ટના યુડીસીયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ (જજ) ઉપસ્થિત રહ્યા હતા 

ગરબાડા  તા. ૨૯

પ્રાપ્ત માહિતી અનુસાર આજે તારીખ 29 ફેબ્રુઆરીના રોજ સવારના 10:00 કલાકે ગરબાડા તાલુકાની મંડી ફળિયા ખાતે આવેલ કલરવ સ્કૂલ ખાતે વાર્ષિક સમારોહની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના નાના નાના બુલકાઓ દ્વારા દેશભક્તિ રાસ ગરબા સહિત વિવિધ અભિનયમાં ભાગ લીધો હતો

આ વાર્ષિક સમારોહ કાર્યક્રમમાં ગરબાડા કોર્ટના યુડીસીયલ મેજિસ્ટ્રેટ (જજ)ગરબાડા ગામના સરપંચ અશોકભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા જેમનું શાળા પરિવાર દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.

કલરવ શાળા પરિવાર તરફથી એન્યુઅલ ફંકશનમાં ભાગ લીધેલા બાળકોને પ્રોત્સાહન રૂપે ઇનામ પણ આપવામાં આવ્યું હતું. જેમાં કલર શાળા પરિવાર તરફથી ઉપસ્થિત બાળકોના વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો

Share This Article