રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ જિલ્લાનાં ઝાલોદની ધાવડીયા ચેકપોસ્ટ પર રાજસ્થાન પરિવહન નિગમની સરકારી બસમાંથી દારૂ ઝડપાયો,
86,688 હજાર ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપાયો, કંડકટર વિરુદ્ધ ગુનો દાખલ…
ઝાલોદની ધાવડીયા ચેકપોસ્ટ પર રાજસ્થાન પરિવહન નિગમની સરકારી બસમાંથી 86,688 હજાર ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપાયો, કંડકટર વિરુદ્ધ ગુનો દાખલ…
દાહોદ જિલ્લાનાં ઝાલોદ પોલીસે રાજસ્થાન પરિવહનની
સરકારી બસમાંથી 86,688 હજારના વિદેશી દારૂનો જથ્થો ઝડપી બસના કંડકટર સામે
પ્રોહિબિશન અંગેનો ગુનો દાખલ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
દાહોદ તા. ૨૮
પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાન પરિવહન નિગમની ચિત્તોડગઢ નિમ્બાહેડા-બાસવાડા-વડોદરા તરફ જતી Rj-14- PE – 5191 નંબરની રાજસ્થાન પરિવહન નિગમની બસમાં વિદેશી દારૂ લવાતો હોવાની બાતમી ઝાલોદ પોલીસને મળતા ઝાલોદ પોલીસે રાજસ્થાન ગુજરાતને જોડતી ધાવડિયા ચેકપોસ્ટ પર વોચ ગોઠવી હતી. અને જેવી બસ આવતા પોલીસે બસને રોકી તલાસી લીધા તેમાંથી ભારતીય બનાવટનાવિદેશી દારૂના પાઉચ નંગ:- 1008 ની કુલ કિંમત 86,688 /- એક મોબાઇલ નંગ જેની કિંમત 5000 /- સહિત કુલ 91,688 /- નો કુલ મુદામાલ મળી આવતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી રાજ્સ્થાન પરિવહન નો કંડકટર રહે કુકડેશ્વર માલવી મહોલ્લા તા. મનાસાજી જિલ્લો નીમ્મચ રાજ્ય એમપી નો હાલમાં રાજસ્થાન પરિવહન નો બસના કંડકટર પ્રમોદકુમાર ઘનશ્યામ જાતે પુરોહિત વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ મુજબનો ગુનો દાખલ કર્યો હતો.