Sunday, 08/09/2024
Dark Mode

ગરબાડામાં લાખોના ખર્ચે તૈયાર થઈ રહેલ અત્યાધુનિક સ્મશાનની કામગીરી પૂરજોશમાં..

February 26, 2024
        2464
ગરબાડામાં લાખોના ખર્ચે તૈયાર થઈ રહેલ અત્યાધુનિક સ્મશાનની કામગીરી પૂરજોશમાં..

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડામાં લાખોના ખર્ચે તૈયાર થઈ રહેલ અત્યાધુનિક સ્મશાનની કામગીરી પૂરજોશમાં..

ગરબાડા તા. ૨૬

ગરબાડામાં લાખોના ખર્ચે તૈયાર થઈ રહેલ અત્યાધુનિક સ્મશાનની કામગીરી પૂરજોશમાં..

ગરબાડા ખરોડ નદી પર આવેલા સાર્વજનિક સ્મશાન પર આધુનિક સુવિધાઓ વાળું સ્ટીલ સ્ટ્રક્ચર પર મોક્ષ ધામ ગરબાડા ગ્રામ પંચાયત દ્વારા બનાવવાનું કામ હાથ ધર્યું છે.આ સ્મશાન માં ગેટ, ચાર નવીન કેચી પાણીની સુવિધા તેમજ લાકડા મુકવા માટે સ્ટોરેજ રૂમ અને બેસવા માટેની વ્યવસ્થા પણ કરાશે. ગરબાડા માં વર્ષોથી આધુનિક સ્મશાનની જરૂર હતી. જ્યારે પણ ગામમાં કોઈનું મરણ થાય અને સ્મશાનમાં લોકો ભેગા થાય ત્યારે આ મુદ્દા ઉપર ચર્ચા કરાતી હતી પરંતુ તે દિશામાં કોઈ નક્કર કામગીરી કરાતી ન હતી સ્મશાનમાં લાઇટ પાણી બેસવાની વ્યવસ્થા લાકડા મુકવાની વ્યવસ્થા આવી કોઈ પણ પ્રકારની સુવિધા ન હોવાના કારણે ડાધું ઓ ને ભારે હલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.છારી ધોવા માટે ટેન્કર મંગાવું પડે છે ઘણીવાર તો અંતિમ ક્રિયા માટે કલાક પહેલા સ્મશાનમાં મૂકવામાં આવેલ લાકડા પણ ચોરાઇ જતા હોય છે જે બાબતની ગામના અમુક ઉત્સાહી યુવાનો દ્વારા ગરબાડા સરપંચને રજૂઆત કરાતા સરપંચ દ્વારા તે દિશામાં કાર્યવાહી કરવામાં આવી હતી અને હાલમાં ગ્રામ પંચાયત અને ત્યારબાદ નગરજનોના સહયોગથી અત્યંત આધુનિક સ્મશાન ની કામગીરીનું ખાતમુરત તારીખ 26મીના કરવામાં આવ્યું હતું જેની હાલ કામગીરી ચાલી રહી છે તે પૂર્ણ જોશમાં જોવા મળી રહી છે હાલમાં જ્યાં સ્મશાન છે ત્યાં 35 બાઇ 80 ફૂટ ના વિસ્તારમાં સ્ટીલના સ્ટ્રક્ચર ઉપર પતરા ના શેડ વાળું અત્યંત આધુનિક સ્મશાન બનાવામાં આવી રહ્યું છે તેમજ સ્મશાન તરફ જ્વાના મેન રસ્તા ઉપર મોક્ષ ધામ નો ગેટ સ્મશાનમાં ચાર નવીન કેચી તમામ કેચી પર પાણીની સુવિધા તેમજ લાકડા મુકવા માટે સ્ટોરેજ રૂમ બેસવાની વ્યવસ્થા સહિતની તમામ નાની મોટી બાબતોનું ધ્યાન રાખીને આ નવીન સ્મશાનની કામગીરી કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!