રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ ખાણ ખનિજ વિભાગનો સપાટો, ખનન માફીયાઓમાં સન્નાટો…
દે.બારિયા નજીક હોટલ પાસેથી રેતી તેમજ સફેદ પથ્થરો ભરેલી 7 ટ્રકો ઝડપાઈ…
દાહોદ તા.૨૩
દાહોદ ખાણ ખનીજ વિભાગે દાહોદ જિલ્લાની અન્નાપૂર્ણા હોટલ નજીક ઉભેલી 7 ટ્રકોમાંથી રેતી અને સફેદ પથ્થરનો જથ્થો ઝડપી પાડયા હોવાનું જાણવાં મળેલ છે.
આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં અફાટ વનરાજીની સાથે સાથે ખનીજ સંપદાઓથી ભરેલું છે. જેનો લાભ ખનન માફિયાઓ ગેરકાયદેસર રીતે ઉઠાવી રહ્યા છે. દાહોદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાંથી ખનન માફીઆઓ બેરોકટોક ગેરકાયદેસર રેતી તેમજ સફેદ પથ્થરનું ખનન કરી વેપલો કરી રહ્યા હોવાનું છેલ્લા ઘણા સમયથી ફરિયાદો ઉઠવા પામી છે.જેના પગલે દાહોદ ખાણ ખનીજ વિભાગ પણ સક્રિય બની અમદાવાદ-ઇન્દોર હાઇવે પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન દાહોદ જિલ્લાના દેવગઢ બારીયાના પીપલોદ ગામની અન્નાપૂર્ણા હોટલ નજીક ઉભેલી ટ્રકોને જોતા સંકા જતા ખાન ખનીજ વિભાગે તપાસ કરતા હોટલ નજીક ઉભેલી બે ટ્રકોમાં રેતી અને પાંચ જેટલી ટ્રકોમાં સફેદ પથ્થર મળી આવી આવતાં ખનીજ વિભાગે સ્થાનિક પોલીસની મદદ લઈ તમામ ટ્રક જપ્ત કરી દાહોદ જિલ્લા સેવા સદન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લાં ઘણા સમયથી ખનન માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રેતી તેમજ સફેદ પથ્થરનો કાળો કારોબાર બેરોકટોક કરી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. પરંતું આટલી મોટી સંખ્યામાં ખનન માફીઆઓ બેરોકટોક પણે ગેરકાયદેસર રેતી ખનન તેમજ સફેદ પથ્થરોનો કારોબાર કરી રહ્યા હોય તેમાં સંબંધિત વિભાગની મુક સંમતિ અથવા મીલીભગત સિવાય શક્ય નથી. તેવી ચર્ચાઓ પંથકમાં જોરસોરથી ઉઠવા પામી છે.ત્યારે આદિવાસી વિસ્તારમાં કોની રહેમ નજર હેઠળ વેપલો ચાલી રહ્યો છે. તેવા સવાલો જનમાનસમાં ઉઠવા પામ્યા છે. એક તરફ જળ, જંગલ, જમીન બચાવવા માટે આદિવાસી સમાજ એકજૂટ થઈ ગ્રાઉન્ડ લેવલે મુહિમ ચલાવી રહ્યો છે.
ત્યારે આદિવાસીઓ વિસ્તારની ખનિજ સપદાઓ ઉપર પૈસા એક્ટ મુજબ ગ્રામ સભાનો અધિકાર હોય છે. ત્યારે અહિયાં તો ખનિજ માફિયાઓ નક્કી કરેલા ધારા ધોરણોને તાગ પર મૂકી એક તરફ આદિવાસીઓના હકો અને છીનવી રહ્યા છે. ખનીજ સંપદાઓનો નાશ કરી પર્યાવરણને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે. જેને સરકાર અને બેઠેલા સનદી અધિકારીઓ ગંભીરતાથી લે તેવી માંગ હાલના સંજોગોમાં ઉઠવા પામી છે.