મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી-જુસ્સા માર્ગ પર સાંકડા માર્ગના લીધે મોટી હોનારતની આશંકા
સંજેલીના ઝુસ્સા સાંકડા માર્ગ પર ઓચિંતું ડમ્પર સામે આવતા ST બસ ખાઈમાં ખાબકતાં બાલ બાલ બચી.
સંજેલીથી સૂલિયાત તરફના રસ્તા પર અકસ્માત નડ્યો…
ઉતાર ચડાવવાળા સિંગલ પટ્ટી રસ્તા પર પુલ પર ગાડી ફસાઈ સાંકડો માર્ગ હોવાથી અકસ્માત સર્જાયો.
સંજેલી તા.૨૧
સંજેલી ગોધરા જતા માર્ગ પર અનેકવાર નાના મોટા અકસ્માતના બનાવો બનતા હોય છે.આ ઝૂશા ઘાટીમાં વળાંક અને સિંગલ પટ્ટી સાંકડા નાળા પર અગાઉ પણ વાહનો પલટી મારિયા ના બનાવો બન્યા છે. પણ તંત્ર દ્વારા યોગ્ય ધ્યાન આપવામાં ન આવતું નથી તંત્ર આંખ આડા કાન કરી રહ્યા હોય તેમ જોવાઈ રહીયુ છે. લાગતા વળગતા અધિકારીઓ આ માર્ગ પર કોઈ મોટો અકસ્માત થાય તેની રાહ જોઈ રહી છે કે સુ?વહેલી તકે તંત્ર દ્વારા ડબલ પટ્ટી માર્ગ બનાવવામાં આવે તેમજ સાકડુંનાળા મારામત કરાવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે. સંજેલીથી સુલિયાત ગોધરા તરફ જવાના મુખ્ય માર્ગ પર ઝુસ્સા ઘાટીમાં ઉતાર ચડાવાળા સિંગલ પટ્ટી માર્ગ પર ના સાંકડા પલડાં ઉપર અચાનક પૂર ઝડપે ડમ્પર આવી જતા ST બસ રોડની સાઇડમાં ઉતરી ગઈ હતી ડાઇવર ચાલકે કાબૂ કરી લેતાં તે ઊંડી ખાઈમાં ખબકતા બચી હતી. આ ઘટના પગલે મુસાફરોમાં જીવ તાળવે ચોંટી ગયા હતાં બુમાબૂમ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતાં. ચાલકની સમય ચુસકતાથી મોટો અકસ્માત ટળી ગયો હતો. ભુજથી વહેલી સવારે સંજેલી આવી રહેલી એસ.ટી બસમાં 20 જેટલા મુસાફરો બસમાં સવાર હતાં. ત્યારે સંજેલીથી 7 કિમી દૂર સાંકડા નાળાપર અચાનક ટર્નિંગમાં જ પૂરઝડપે ડમ્પર આવી ગયું હતું. ડમ્પર આવી જતા બસ ચાલકે રોડની સાઈડમાં ઉતારી દીધી હતી અને ડાઇવર સાઈડનું પાછળનું ટાયર અધ્ધર થઈ જતા બસ ઊંડી ખાઈમાં ખાબકે કે તે પહેલા જ ઊભી થઈ જતા મુસાફરોમાં અકસ્માત સર્જાયો હોય તેમ બસ અચાનક જ બ્રેક મારી ઊભી કરી દેતા ભારે બૂમ બુમ થવા લાગી હતી.સંજેલીથી ગોધરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સિંગલ પટ્ટી રસ્તાના કારણે તેમજ ઉતાર ચડાવ વળાંક વાળા રસ્તા પર નાળુ સાંકડુ હોવાને કારણે આ ઘટના બની હતી.આ બાબતે તંત્ર દ્વારા વહેલી તકે કામગીરી કરવામાં આવે તેવી વારંવાર વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે તેમ છતાં પણ આ બાબતે કોઈ કામગીરી હાથ ધરવામાં આવતી નથી.
જોખમી અને જર્જરિત નાળું રિપેર કરવાં ઘણી વખત મોખિક રજૂઆત કરાઈ છે. :- રાવત અનોપભાઈ સ્થાનિક
સંજેલી તાલુકાનું આ છેલ્લુ ગામ જુસ્સા આવેલું છે.વર્ષો અગાઉનું આ સાકડુ નાળુ છે તંત્રને મૌખિક રજૂઆત પણ કરવામાં આવી છે.અધિકારીઓ આ નાળાના ફોટા પણ પાડી ગયા છે.હજી સુધી કઈ પણ જાતની કામગીરી કરવામાં આવી નથી વહેલી તકે તંત્ર દ્વારા સમારકામ કરે તેવી માંગ છે.
નાળું જર્જરિત અવસ્થામાં, ગમે ત્યારે મોટી હોનારત થવાની આશંકા :-
ઝુંસા,સરપંચ.માનસિંગ રાવત
અક્સ્માત બાદ સ્થળ તપાસણી કરતાં તે નાળુ ઘણું જૂનું છે અને તે નાળુ પણ જર્જરિત હાલતમાં છે.કોઈ દિવસ નાળુ પણ તૂટી પડવાની સંભાવના છે. આવનાર સમયમાં મોટી જાનહાનિ થાય તેવી પરિસ્થિતિ છે વહેલી ટકે નાળુ મરામત કરવા આવે તેવી માંગ કરવામાં આવી છે.