ઇન્દોર- અમદાવાદ નેશનલ હાઈવેના પાનમ પુલનો એક બ્રિજ બંધ હાલતમાં હોવાના લીધે પવન ચક્કીનું મોટું નીકળતાં ટ્રાફિક જામના દ્રશ્યો.
દાહોદ તા. ૨૧
ઇન્દોરથી અમદાવાદ જતા નેશનલ હાઈવેના પાનમ પુલનો એક બ્રિજ બંધ હાલતમાં હોવાના લીધે પવન ચક્કીનું મોટું વાહન નીકળતા ટ્રાફિક જામ થયો હતો.
ઇન્દોર થી અમદાવાદ નેશનલ હાઈવે ના સંતરોડ નજીક પાનમ નદી પરનો જુના પુલ ને એક વર્ષ ઉપરથી બંધ કરી દેવામાં આવતા તેની બાજુમાં બનેલા નવા પુલ પરથી સામસામે આવતી એક લાઈન ચાલુ કરવામાં આવી છે જેના લીધે આ સિંગલ પુલ પર અવારનવાર એક્સિડન્ટ પણ થતા હોય છે જ્યારે આ જુના પુલ ને નેશનલ ઓથોરિટી દ્વારા ચાલુ કરવામાં આવતો નહીં હોવાના લીધે જેના લીધે વાહન ચાલકોને બહુ હાલાકી ઉઠાવી પડતી હોય છે જ્યારે 21 2 24 ના રોજ સવારે 9:00 વાગ્યાના સમયે એક પવનચક્કી લઈ જતું મોટું વાહન ગોધરા તરફ લઈ જતા તે જગ્યા એ 1 km જેટલું ટ્રાફિક જામ થઈ ગયો હતો જેના લીધે વાહન વ્યવહારને માઠી અસર થઈ હતી જ્યારે રસ્તા ઉપર થી નોકરી કરવા જતા અને ભણવા જતા વિદ્યાર્થીઓને પણ અટવાવવા નો વારો આવ્યો હતો જ્યારથી આ પાનમ નદીના જૂના પુલ ને બંધ કરવામાં આવ્યો છે ત્યારથી વાહન વ્યવહારને ટ્રાફિક જામ જેવા પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે જો જુના પુલ ને બંધ કર્યા પછી તેના ઉપર ફટાફટ કામ ચાલુ કરવામાં આવ્યું હોત તો આ પાનમ નદી નો જુનો પુલ એક વર્ષમાં નવો તૈયાર થઈ જતો પરંતુ આ પાનમ નદી ના જુના પુલ ને નથી ચાલુ કરવામાં આવતો કે પછી નથી તેના ઉપર કામ ચાલુ કરવામાં આવતુ જ્યારે આ પુલ પરથી અવારનવાર સરકારી તંત્રના અધિકારીઓ તથા સ્થાનિક નેતાઓ ધારાસભ્યો મંત્રીઓ પણ આ પુલ પરથી અવરજવર કરતા હોય તો તેમને આ પુલ બંધ હાલતમાં છે તે નથી દેખાતો એમ લાગી રહ્યું છે કે પછી તેમને પણ આ પાનમ નદીના પુલને ચાલુ કરવામાં રસ નથી તેમ લાગી રહ્યું છે જ્યારે આ પાનમ નદીના જુના પુલ ને રિપેર કરવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પાસ નથી કરવામાં આવી રહ્યું તેમ લાગી રહ્યું છે.