સરકારી વિનયન કોલેજ, ગરબાડામાં જેન્ડર એન્ડ ડેવલપમેન્ટ અંગે એક દિવસીય ક્ષમતા વર્ધક કાર્યક્રમ યોજાયો.

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

સરકારી વિનયન કોલેજ, ગરબાડામાં જેન્ડર એન્ડ ડેવલપમેન્ટ અંગે એક દિવસીય ક્ષમતા વર્ધક કાર્યક્રમ યોજાયો.

ગરબાડા તા. ૮

સરકારી વિનયન કોલેજ, ગરબાડા ખાતે તા. 08/02/2024 ના રોજ જેન્ડર રિસોર્સ ડેવલપમેન્ટ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર ના સેતુ કાર્યક્રમ અને સરકારી વિનયન કોલેજ ગરબાડા ના સંયુક્ત ઉપક્રમે જેન્ડર એન્ડ ડેવલપમેન્ટ વિષય પર એક દિવસીય જાગૃતિ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

 ઉપરોક્ત કાર્યક્રમમાં ડૉ. નૈનેશ ગઢવી , એસો.પ્રોફેસર ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અમદાવાદ એ જાતિગત ભેદભાવ અને હિંસા વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. આ ઉપરાંત ડૉ. આનંદ આચાર્ય એસો. પ્રોફેસર ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અમદાવાદ દ્વારા જેન્ડર એન્ડ ડેવલપમેન્ટ વિષય પર માનનીય વ્યાખ્યાન આપ્યું હતું. આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે ડૉ. પંકજ સોલંકી, પ્રિન્સિપાલ, સરકારી વિનયન કોલેજ ધાનપુર ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય ડૉ. જીગ્નેશ પંડ્યાના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન સેતુ કાર્યક્રમના કો-ઓર્ડીનેટર ડૉ. એસ. એન શેખાવત દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન ડૉ. રાજેશ વણકર દ્વારા તથા આભાર દર્શન ડૉ. અશ્વિન મેડા દ્વારા કરવામાં આવ્યું હતું.

Share This Article