Sunday, 08/09/2024
Dark Mode

ગુજરાત સરકાર ઈલેક્શન મોડમાં,રાજ્યવ્યાપી બદલીના દોરમાં દાહોદના વહીવટી તંત્રમાં અધિકારીઓ બદલાયા…

February 2, 2024
        868
ગુજરાત સરકાર ઈલેક્શન મોડમાં,રાજ્યવ્યાપી બદલીના દોરમાં દાહોદના વહીવટી તંત્રમાં અધિકારીઓ બદલાયા…

ગુજરાત સરકાર ઈલેક્શન મોડમાં,રાજ્યવ્યાપી બદલીના દોરમાં દાહોદના વહીવટી તંત્રમાં અધિકારીઓ બદલાયા…

10 PSI કક્ષાના તેમજ 6 PI કક્ષાના અધિકારીઓ બદલાયા:4 મામલતદારો તેમજ 1 ડેપ્યુટી કલેક્ટરની પણ નિમણુંક કરાઈ

દાહોદ B ડિવિઝન પોલીસ મથકના બન્ને અધિકારીઓ બદલાયા,

LCB તેમજ રૂરલ પોલીસ મથકના અધિકારીઓની જિલ્લા બહાર બદલીઓ કરાઈ

દાહોદ તા.01

લોકસભા 2024 ની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થતા ગુજરાત સરકાર પણ ઇલેક્શન મોડમાં આવી ગયું હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે.તાજેતરમાં ઇલેક્શન કમિશનની ગાઈડ લાઈન મુજબ લાંબા સમયે એક જ સ્થળે નોકરી કરતા અધિકારીઓ તેમજ કર્મચારીઓની બદલીઓ કરવા માટે ગુજરાત સરકારને રિપોર્ટ કરવામાં આવ્યો હતો.તે સમયે જ નક્કી થઈ ગયું હતું કે નજીકના સમયમાં જ ગુજરાત સરકાર વહીવટી તંત્રમાં ધરમૂળથી બદલીઓનો ગંજીફો ચીપશે.જેના પગલે ઘર મૂળથી બદલીઓ થશે.જેનો તખતો પહેલાથી જ ઘડાઈ ચૂક્યો હતો.પરંતુ વાઇબ્રન્ટ સમિટ હોવાના કારણે આ કામગીરી થોડાક દિવસ પાછી ઠેલાઈ હતી.પરંતુ હવે જાન્યુઆરી મહિનો પૂર્ણ થાય તે રાજ્ય સરકારે એક પછી એક વહીવટી તંત્રના અધિકારીઓની બદલીઓની યાદીઓ જાહેર કરવાનું શરૂ કર્યું છે જેને જોઈને લાગી રહ્યું છે કે લોકસભા 2024 ની ચૂંટણી હવે નજીક આવી રહી હોય તેમ અણસાર આવી ગયા છે.તાજેતરમાં ગુજરાત સરકારે 50 જેટલા આઈએએસ કક્ષાના અધિકારીઓની બદલી કરતા દાહોદના કલેક્ટર ડો.હર્ષિત ગોસ્વામીના સ્થાને ગૃહ વિભાગમાં સચિવ તરીકે ફરજ બજાવી રહેલા યોગેશ નિર્ગુડેની દાહોદ કલેકટર તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી.જ્યારે ડોક્ટર હર્ષિત ગોસાવીની 50 આઈએએસ અધિકારીઓની બદલીમાં કઈ જગ્યાએ મૂક્યા છે.તે સ્પષ્ટ થયું નહોતું પરંતુ પાછળથી તેમને IAS અધિકારી યોગેશ નિર્ગુડે ની જગ્યાએ ગૃહ ખાતામાં સચિવ તરીકે નિયુક્તિ આપવામાં આવી છે.આ પહેલા ગુજરાત સરકારે 25 જેટલા તાલુકા વિકાસ અધિકારીઓ 18 જેટલા નાયબ સચિવ સંવર્ગ વર્ગ એક અધિકારીઓની બદલી કરી દેવામાં આવી હતી.તો સાથે સાથે 38 જેટલા ડેપ્યુટી કલેક્ટરોની બદલીઓના દોરમાં ગોધરા કલેકટર કચેરીમાં એડિશનલ SLAO/O/C તરીકે ફરજ બજાવતા એ.કે.ભાટીયાની ઝાલોદના પ્રાંત અધિકારી તરીકે નિયુક્તિ આપવામાં આવી છે.સાથે સાથે 45 જેટલા મામલતદાર કક્ષાના અધિકારીઓની બદલીઓ પણ ગુજરાત સરકારે કરતા દાહોદમાં ચીટનીશ ટુ પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેશન TASP દાહોદ ખાતે ફરજ બજાવતા જે.એ. ચૌહાણની ધોલેરા મામલતદાર તરીકે બદલી કરવામાં આવી છે.તો લીમખેડા મામલતદાર તરીકે ફરજ બજાવતા એ.એસ.વસાવાને વલસાડ જિલ્લાના વાસંદા મામલતદાર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. તેમજ દાહોદ ચૂંટણી શાખામાં મામલતદાર તરીકે ભરત બજાવતા હર્ષકુમાર પટેલની અમદાવાદ ઓડા ખાતે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં મામલતદાર તરીકે બદલી કરવામાં આવી છે.ત્યારબાદ આજરોજ ગુજરાત સરકારે પોલીસ બેડામાં પણ રાજ્યવ્યાપી બદલીનો ગંજીફો ચીપતા દાહોદ જિલ્લાના પોલીસ બેડામાં ફરજ બજાવતા અધિકારીઓની પણ બદલીઓ કરવામાં આવી છે.ગુજરાત સરકાર દ્વારા 43 જેટલા હથિયારધારી તેમજ 551 જેટલા બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલીઓના દોરમાં દાહોદ જિલ્લામાંથી પાંચ જેટલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરની દાહોદ ખાતેથી અન્ય સ્થળે બદલીઓ કરવામાં આવી છે.તેમજ અન્ય જિલ્લાઓમાંથી બદલી થઈને પાંચ જેટલા પોલીસ સબ ઈન્સપેકટરો બદલીઓ થઈને દાહોદ ખાતે આવ્યા છે.તો સાથે સાથે 230 જેટલા બિન હથિયારધારી પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીઓના દોરમાં દાહોદ ખાતે ફરજ બજાવતા ચાર જેટલા પી.આઇ.ની અન્ય જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે.તો બહારના જિલ્લામાં ફરજ બજાવતા બે પી. આઈ.કક્ષાના અધિકારીઓની દાહોદ ખાતે નિમણૂક કરવામાં આવી છે

રાજ્ય વ્યાપી બદલીઓના દોરમાં બદલી કરાયેલા સબ ઇન્સ્પેક્ટર ની યાદી.

(૧) પ્રવીણ ભારતસિંહ પરમાર દાહોદહેડ ક્વાટર-અમદાવાદ

(૨) હિંમતસિંહ સવસિંહ મુનિયા દાહોદ હેડ ક્વાટર – વડોદરા

(૩) લાડ ધર્મેશ સંપતરાય તાપી-દાહોદ

(૪) ઘાંઘરેટીયા રમેશ કાવાભાઈ અમદાવાદ – દાહોદ

(૫) રાઠોડ શૈલેષ જયંતીભાઈ મહેસાણા-દાહોદ

(૬) ચુડાસમા રુદ્રદતસિંહ ઘનશ્યામસિંહ દાહોદ (ધાનપુર )- પોરબંદર

(૭) ઠાકોર સૂર્યાબેન મકનજી ( બી.ડિવિઝન)દાહોદ – અમદાવાદ

(૮) ડામોર રાધાબેન પારગીથભાઈ પશ્ચિમ રેલવે વડોદરા – દાહોદ

(૯) પાંડવ વર્ષાબેન સાજાભાઈ દાહોદ રૂરલ સેકન્ડ પીએસઆઇ-પંચમહાલ

(૧૦) ધનેશા જીગ્નેશ ભરતભાઈ LCB દાહોદ – વલસાડ

પી.આઈ કક્ષાના અધિકારીઓની બદલીઓની યાદી

(૧) કિરીટસિંહ ડીંડોર LCB દાહોદ-ભાવનગર

(૨) કીરીટ લાઠીયા LIB પોલીસ હેડ ક્વાટર – વડોદરા

(૩) એ.એન.ગઢવી સીપીઆઈ દેવગઢબારિયા – મહેસાણા

(૪) મહેશ દેસાઈ બી.ડિવિઝન દાહોદ – અમદાવાદ

(૫) એસ.એન.રાવત PTC વડોદરા – દાહોદ

(૬) વી.બી બારડ વલસાડ – દાહોદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!