Wednesday, 04/12/2024
Dark Mode

દાહોદ પોલીસની મોટી કાર્યવાહી, દાહોદ સહિત ગુજરાતમાં આતરાયેલા 104 ગુનાઓનો ભેદ ઉકેલાયો.. ગુજરાતભરમાં સંખ્યાબંધ ગુના આચારનાર દહમાં ગેંગ દાહોદ પોલીસના હાથે ઝડપાઈ..

January 23, 2024
        973
દાહોદ પોલીસની મોટી કાર્યવાહી, દાહોદ સહિત ગુજરાતમાં આતરાયેલા 104 ગુનાઓનો ભેદ ઉકેલાયો..  ગુજરાતભરમાં સંખ્યાબંધ ગુના આચારનાર દહમાં ગેંગ દાહોદ પોલીસના હાથે ઝડપાઈ..

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ પોલીસની મોટી કાર્યવાહી, દાહોદ સહિત ગુજરાતમાં આતરાયેલા 104 ગુનાઓનો ભેદ ઉકેલાયો..

ગુજરાતભરમાં સંખ્યાબંધ ગુના આચારનાર દહમાં ગેંગ દાહોદ પોલીસના હાથે ઝડપાઈ..

દહમાં ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત પાંચેય સાગીરતો પોલીસના સકજામાં. 

દાહોદ તા.23

દાહોદ પોલીસની ટીમોએ તાજેતરમાં સંજેલી ખાતે થયેલ ચોરીમાં પકડાયેલા દહમાં ગેંગના સાગીરત ઝડપી પાડ્યા બાદ થયેલ પૂછપરછ બાદ દાહોદ પોલીસની ટીમોએ દહમા ગેંગને ઝબ્બે કરવા અભિયાન હાથ ધર્યું હતું અને તેમાં સફળતા પણ મળતા પોલીસે આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી ગેંગના મુખ્ય આરોપી જે ઘણા લાંબા સમયથી નાસતો ફરતો હોય જેના ઉપર રૂા.10,000/-નું ઈનામ જાહેર કરેલ હોય તે સહિત પાંચ આરોપીઓને દાહોદ એલ.સી.બી. પોલીસે ઝડપી પાડી રાજ્ય તથા આંતરરાજ્ય ઘરફોડ ચોરીના કુલ 104 અનડીટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરી પકડોલ આરોપી પાસેથી ઘરફોડ ચોરીમાં ગયેલ સોના-ચાદીના દાગીના જેની કુલ કિંમત રૂા.5,62,080/-નો મુદ્દામાલ પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

દાહોદ જિલ્લામાં પ્રોહીની પ્રવૃતિઓને અટકાવવા, નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા, જુગારના અડ્ડાઓ ઉપર રેડ પાડવા, અસામાજીક તત્વોને ઝડપી પાડવા સહિતના વિવિધ ગુન્હાઓમાં સંડાવાયેલ આરોપીઓને પકડી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે ઝાલોદ તાલુકાના ધાવડીયા ચેકપોસ્ટ પર નાકાબંધી કરી આવતાં જતાં તમામ વાહન ચાલકોની ક્રુઝર તથા તુફાન વાહનોમાં બેસી પસાર થઈ રહેલા પેસેન્જરોની પોલીસે એકપછી એક પુછપરછ કરતાં જે પેસેન્જર પૈકી કાળુભાઈ ઉર્ફે કાળીયો પારસીંગભાઈ ખીમાભાઈ બિલવાળ (રહે. કણજેર, માળ ફળિયું, તા.ધાનપુર, જિ.દાહોદ), શંકરભાઈ મલસીંગભાઈ દહમા (રહે. કાલીયાવડ, ખોબરા ફળિયું, તા. ધાનપુર, જિ.દાહોદ), કાળુભાઈ ઉર્ફે કાણીયો જારસીંગભાઈ રાઠોડ (રહે. કાલીયાવડ, ખોબરા ફળિયું, તા.ધાનપુર, જિ.દાહોદ), પરસુભાઈ ભીલાભાઈ બીલવાળ (રહે. કણજેર, માળ ફળિયું, તા.ધાનપુર, જિ.દાહોદ) અને પરથી ઉર્ફે પ્રતિક કલાભાઈ બીલવાળ (રહે. કણજેર, માળ ફળિયું, તા.ધાનપુર, જિ.દાહોદ) નાઓની પોલીસે પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ ન મળતાં ત્યારે પોલીસે તેઓની અંગત ઝડતી તથા તેમની પાસે રહેલ માલસામાનની તલાસી લેતાં પોલીસે ઉપરોક્ત ઝડપાયેલ ઈસમો પાસેથી સોના-ચાંદીના દાગીના કુલ કિંમત રૂા.5,62,080/-નો મુદ્દામાલ મળી આવ્યો હતો.આ બાદ પોલીસે તેઓને પોલીસ મથકે લાવી સઘન પુછપરછ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો..

દાહોદ પોલીસે દહમાં ગેંગને ઝડપાતા 71 અન્ડિકેટ સહીત 104 ગુનાના ભેદ ખુલ્યા..

 ઉપરોક્ત ઝડપાયેલ ઈસમો દ્વારા મોરબી, દાહોદ, રાજસ્થાન, મહિસાગર, છોટાઉદેપુર, અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ જિલ્લો, વડોદરા ગ્રામ્ય, વડોદરા જિલ્લા, પંચમહાલ, સાંબરકકાંઠા, રાજકોટ શહેર, વલસાડ, મધ્યપ્રદેશ, ગાંધીનગર, આણંદ વિગેરે રાજ્યો તેમજ જિલ્લાઓમાં ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરી હતી.દાહોદ એલ.સી.બી. પોલીસે ઉપરોક્ત પાંચેય ઈસમોની અટકાયત કરી તમામને જેલના સળીયા પાછળ ધકેલી દઈ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ત્યારે પકડાયેલા આરોપીઓએ 70 જેટલી ઘરફોડ ચોરીઓ કરી હોવાની કબુલાત કરી છે જ્યારે 34 જેટલા ગુનાઓમાં વોન્ટેડ સામે આવ્યું છે.

 પકડાયેલા દહમાં ગેંગના તમામ આરોપીઓ સંખ્યાબંધ ગુનાઓમાં વોન્ટેડ.

 ધાવડીયા ચેકપોસ્ટ ખાતેથી પકડાયેલી દહમાં ગેંગના મુખ્ય આરોપી શંકર માલસિંગભાઇ દહમાં 30 ગુનાઓમાં વોન્ટેડ, કાળુ ઉર્ફે કાણિયો જોરસીંગ રાઠોડ 12 ગુનામાં વોન્ટેડ, કાળુ ઉર્ફે કાળીયો પાર્સિંગ બિલવાળ 14 ગુનામાં, પરશુ ભીલાભાઈ બિલવાલ 9 ગુનાઓમાં વૉન્ટેડ,જયારે પ્રતીક બિલવાળ નવ ગુનાઓમાં વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે. તો આ ગેમનો મુખ્ય સૂત્રધાર શંકર દહમાં ઉપર 10000 રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!