દાહોદમાં ગુજરાત જાહેર સેવા આયોગ આયોજિત વર્ગ 1 અને 2 ના અધિકારી માટેની પરીક્ષા યોજાઈ..
સ્પર્ધાત્મક પરીક્ષામાં સવારે 3132,જયારે બપોરે 3168 પરીક્ષાર્થી ગેરહાજર રહ્યા..
દાહોદ તા.08
દાહોદ જિલ્લામાં રવીવારે 7મી જાન્યુઆરીના રોજ સવારે 10 થી બપોરે 1 તથા સાંજે 3 થી 6 વાગ્યા દરમિયાન ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, મુલ્કી સેવા,વર્ગ 1/2 તથા ગુજરાત નગરપાલીકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ 2ની પ્રિલિમરી પરીક્ષા યોજાઈ હતી. જિલ્લાના 20 પરીક્ષા કેન્દ્રો અને 239 બ્લોક ઉપર આ પરીક્ષા લેવામાં આવી હતી. જિલ્લા વહિવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા પરીક્ષા માટે વિવિધ આયોજન કરવામાં આવ્યા હતાં. આ પરીક્ષા માટે આખા જિલ્લામાં કુલ 5734 પરીક્ષાર્થી નોંધાયા હતાં. તેમાં રવીવારના રોજ સવારના સેશનમાં 2602 હાજર રહ્યા હતા જ્યારે 3132 પરીક્ષાર્થીઓની ગેરહાજરી નોંધાઈ હતી. તેવી જ રીતે બીજા સેશનમાં 2566 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી જ્યારે તેમાં પણ 3168 પરીક્ષાર્થી ગેરહાજર રહ્યા હતાં. બે સેશનમાં નોંધાયેલીપરીક્ષામાં કેટલાંક વિદ્યાર્થી એવા હતા કે જેમણે બંને માટે ફોર્મ ભર્યા હતાં. તે પૈકીના કેટલાંક વિદ્યાર્થીએ માત્ર માત્ર સવારના સેશનમાં પરીક્ષા આપી હતી. જ્યારે કેટલાંકે બીજા સેશનમાં પરીક્ષા આપી હતી. કેટલાંક વિદ્યાર્થી બંને સેશનમાં પરીક્ષા આપવા માટે આવ્યા જ ન હતાં. તેના કારણે કુલ નોંધાયેલી પરીક્ષાર્થીઓની સંખ્યા કરતાં બંને સેશનમાં ગેરહાજર પરીક્ષાર્થીઓનો આંકડો વધારે જોવા મળ્યો હતો.