ઝાલોદના મિરાખેડીમાં અજાણ્યા વાહન ચાલકે રાહદારી યુવકને અડફેટે લેતા સારવાર દરમિયાન મોત નિપજ્યું…

Editor Dahod Live
1 Min Read

ઝાલોદના મિરાખેડીમાં અજાણ્યા વાહન ચાલકે રાહદારી યુવકને અડફેટે લેતા સારવાર દરમિયાન મોત નિપજ્યું…

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામે રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે એક રાહદારી યુવકને ગંભીર ઈજાઓ થતાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ.

દાહોદ તા. ૬

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામે રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે એક રાહદારી યુવકને ગંભીર ઈજાઓ થતાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ. ઝાલોદના મીરાખેડી ગામના અમલીયાર ફળિયામાં રહેતા સંદીપકુમાર રણછોડભાઈ ચારેલ મીરાખેડી ગામે રોડની સાઈડમાં ચાલતા ચાલતા પોતાના ખેતરે થી ઘર તરફ આવી રહ્યા હતા તે દરમ્યાન પુરપાટ દોડતું એક અજાણ્યું વાહન ટક્કર મારી સંદીપભાઈને રોડ પર પાડી દઈ નાસી જતાં સંદીપભાઈ ચારેલને માથાના ભાગે, હાથે, પગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું. આ સંબંધે મીરાખેડી અમલીયાર ફળિયામાં રહેતા લવિનેદ્રભાઈ બચુભાઈ ચારેલે નોંધાવેલ ફરિયાદને આધારે લીમડી પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article