Sunday, 08/09/2024
Dark Mode

સંજેલીના થાળા સંજેલી સરપંચ અને સાથી મિત્રને મારામારીના કેસમાં છ માસની સજા ફટકારતી કોર્ટ.

January 5, 2024
        551
સંજેલીના થાળા સંજેલી સરપંચ અને સાથી મિત્રને મારામારીના કેસમાં છ માસની સજા ફટકારતી કોર્ટ.

મહેન્દ્ર ચારેલ :- સંજેલી 

સંજેલીના થાળા સંજેલી સરપંચ અને સાથી મિત્રને મારામારીના કેસમાં છ માસની સજા ફટકારતી કોર્ટ.

વર્ષ 2021 માં ગામના યુવકને માર માર્યો હતો. જેમાં સંજેલી કોટે સજા ફટકારતા સંકુલમાં સન્નાટો છવાયો.

સંજેલી તા.05

સંજેલી તાલુકાના થાળા સંજેલી ગામના સરપંચ અને તેના સાથે મિત્રએ ગામના જ એક યુવકને વર્ષ 2021 માં બાઈક લઇ પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન સરપંચ અને તેના સાથી મિત્રની ફોરવીલ ગાડી સામે આવી જતા બાઈક લઈ પડી જતા આ બાબતે પૂછપરછ કરવા ગયેલા યુવક પર હુમલો થતાં બનાવ સંદર્ભે ફરિયાદ નોંધાઈ હતી અને જેનો કે સંજેલી કોર્ટમાં ચાલી જતા સંજેલી કોટે થાળા સંજેલી ગામના સરપંચ અને સાથી મિત્રને 6 માસની સજાટો છવાઈ ગયો હતો.

 

સંજેલી તાલુકાના થાળા સંજેલી ગામના સરપંચ ભુરાભાઇ તીતાભાઈ તાવીયાડ અને નિલેશભાઈ રૂપાભાઈ તાવીયાડ વર્ષ 2021માં પોતાના કબજાની ફોરવીલ કાર લઇ અને રામદેવ મંદિર આગળથી પસાર થઈ રહ્યા હતા, તે જ સમયે ગામમાં રહેતા મુકેશ સબુર તાવીયાડ પોતાના કબજાની બાઈક સામે કાર સ્પીડમાં આવી જતા તેઓ રોડ પર બાઈક સાથે ધડાકાભેર અથડાયા હતા. પૂછવા ગયેલા મુકેશભાઈ ને એકદમ ઉસકેરાઈ ગયેલા નિલેશભાઈ તાવિયાડ અને સરપંચ ભુરાભાઈ તાવિયાડ નીચે ઉતરી ગાળા ગાળી કરી અને યુવકને ગઢડા પાડું નો માર મારી ઝપાઝપી કરી જાનથી મારી નાખવી ધમકી આપી ફરાર થઈ ગયા હતા. બનાવ સંદર્ભે મુકેશભાઈ તાવીયાડે સંજેલી પોલીસ મથકે બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી,જે બાબતનો કે સંજેલી કોર્ટમાં ચાલી સરકારી વકીલ એ બી તડવી ની ધારદાર દલીલો અને પુરાવાના આધારે સંજેલી કોટના જજ 6માસની સજા અને 500 રૂપિયાનો દંડ ફટકારતા કોડ સંકુલ માં સન્નાટો છવાઈ ગયો હતો..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!