
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા માંથી ચોરાયેલી રીક્ષા ભરૂચના આમોદ માંથી મળી આવી, રિક્ષા સાથે એક શખ્સને ભરૂચ એલ.સી.બી.એ દબોચ્યો,
ગરબાડા તા. ૩૦
ભરૂચ જીલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જીલ્લામાં મિલ્કત સંબંધી ગુનાઓ અને વ્હિકલ ચોરીના ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા આપેલ સુચના આધારે એલ.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઈ એમ.એમ રાઠોડના માર્ગ દર્શન હેઠળ સ્ટાફ આમોદ તાલુકામાં પેટ્રોલિંગમા હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે આમોદ તાલુકામાં દાહોદ,ગોધરા તરફનો એક ઈસમ નંબર પ્લેટ વિનાની રિક્ષા લઈ ફરી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે આમોદથી ભીમપુરા ગામ તરફ જવાના રોડ ઉપર વોચ ગોઠવી હતી. પોલીસે બાતમી વાળી રિક્ષા આવતા તેને અટકાવી હતી અને રીક્ષા ચાલક પાસે દસ્તાવેજો માંગતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે ગરબાડાના ભૂરીયા ફળિયામાં રહેતો ભાનુ હરસિંગભાઇ ભુરીયાની શંકાસ્પદ હાલતમાં અટક કરી વધુ તપાસ હાથ ધરી છે. જેમાં તેની પૂછપરછ કરતાં તેને જણાવ્યું હતું કે આજથી સાત દિવસ અગાઉ ગરબાડા રિલાયન્સ પેટ્રોલ પંપ ખાતેથી આ રીક્ષા ની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી ભરૂચ એલ.સી બી પોલીસે ૧૦૦,૦૦૦ રૂપિયાની રીક્ષા જપ્ત કરી આરોપી વિરૂદ્ધ ક્રિમિનલ પ્રોસિજન કોડની સહલગ્ન કલમ મુજબની કાર્યવાહી હાથ ધરી હતી