Friday, 18/10/2024
Dark Mode

નકલી કચેરી કૌભાંડના માસ્ટર માઈન્ડના 8 દિવસના રિમાન્ડ મંજુર.. દાહોદમાં બહુચર્ચિત નકલી કચેરી કૌભાંડના મુખ્ય સૂત્રધાર અબુ બકરની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ..

December 21, 2023
        709
નકલી કચેરી કૌભાંડના માસ્ટર માઈન્ડના 8 દિવસના રિમાન્ડ મંજુર..  દાહોદમાં બહુચર્ચિત નકલી કચેરી કૌભાંડના મુખ્ય સૂત્રધાર અબુ બકરની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ..

#DahodLive#

નકલી કચેરી કૌભાંડના માસ્ટર માઈન્ડના 8 દિવસના રિમાન્ડ મંજુર..

દાહોદમાં બહુચર્ચિત નકલી કચેરી કૌભાંડના મુખ્ય સૂત્રધાર અબુ બકરની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ..

દાહોદ પોલીસે છોટાઉદેપુર જેલમાંથી અબુ બકરની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો.

અબુ બકરના રિમાન્ડ દરમિયાન ચોંકાવનારા ખુલાસાની સાથે ધરપકડનો દોર શરૂ થશે..

દાહોદ તા. ૨૧

 દાહોદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનાર નકલી કચેરી કૌભાંડના મુખ્ય સૂત્રધાર અબુ બકરની ગઈકાલે દાહોદ પોલીસની ટીમે છોટાઉદેપુર સબજેલ ખાતેથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી દાહોદ ખાતે લાવવામાં આવ્યો હતો.જે બાદ સમગ્ર નકલી કચેરી કૌભાંડમાં ખૂટતી કડીઓ જોડવા માટે દાહોદ પોલીસની ટીમોએ અબુ બકર સાથે વન ટુ વન રાઉન્ડ ધ ટેબલ પૂછપરછનો દોર શરૂ કર્યો હતો. સાથે સાથે આ કેસમાં તમામ ખૂટતી કડીઓને જોડવા માટે અબુ બકર સામે સંખ્યાબંધ સવાલોના જવાબો પૂછપરછના માધ્યમથી દાહોદ પોલીસે મેળવવાના પ્રયાસ કર્યા હતા ત્યારબાદ પોલીસે સાંજે અબુ બકરને નામદાર કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા.જેમાં કોર્ટે કેસની ગંભીરતાથી જોઈ અબુ બકરના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.જેના પગલે હવે મુખ્ય સૂત્રધાર અબુ બકરના રિમાન્ડ દરમિયાન ઘણા બધા ચોકાવનારા ખુલાસા આ નકલી કચેરી કૌભાંડમાં થશે. તેમજ પોલીસની સિલસિલા બંધ ચાલી રહેલી તપાસોના દોરમાં આબુ બકર સામે ઘણા બધા સવાલો છે.જેમના જવાબ આગામી સમયમાં નકલી કચેરી કૌભાંડમાં સરકારી બાબુઓ,સિસ્ટમમાં જોડાયેલા વચેટિયા,તેમજ કામ કરનાર એજન્સીઓ સુધી તપાસનો રેલો પણ પહોંચશે.એટલું જ નહીં આ સમગ્ર કચેરી કૌભાંડ સિસ્ટમ અને સરકારમાં સામેલ કોના ઈશારે અથવા કોના છુપા આશીર્વાદથી ચાલી રહ્યું હતું.તે પણ ચોક્કસથી બહાર આવશે.અત્રે ઉલ્લેખની છે કે નકલી કચેરી કૌભાંડમાં 100 કામોમાં 18 કરોડ ઉપરાંતના કૌભાંડમાં તપાસ દરમિયાન 100 કેશોમાં 250 ઉપરાંત ના કામો થતી 21 કરોડ ઉપરાંતના આ નકલી કચેરી કૌભાંડમાં અત્યાર સુધીમાં સંખ્યાબંધ બેન્ક એકાઉન્ટની ક્રોસ વેરિફિકેશનના અંતે 70 થી વધુ બેંક અકાઉન્ટ ફ્રીઝ કરી અમુક ટકા રકમ પોલીસે રિકવર કરી છે.તો સાથે સાથે બે અધિકારીઓ 5 સરકારી કર્મચારીઓ મળી કુલ 11 થી વધુ લોકોની સંડોવણી બહાર આવતા તેઓની ધરપકડ કરવામાં આવી છે.જોકે નકલી કચેરી કૌભાંડમાં છોટાઉદેપુર પોલીસ દ્વારા ઝડપી લેવાયેલા અબુ બકરે દાહોદ પોલીસની ઘનીષ્ટ પૂછપરછથી બચવા મેડિકલ ગ્રાઉન્ડના બેસ લઇ મીની હાર્ટ અટેક,સુસાઇડ અટેમ્પ, તેમજ મેન્ટાલી ડિસ્ટર્બ હોવાનું બહાનું હોસ્પિટલમાં સારવાર પણ લીધી છે પરંતુ કાનુન ના હાથ બહુ લાંબા હોય છે. ગુનેગાર ક્યાં સુધી છટકશે.?આખરે તો પોલીસ સામે આવવાનું જ હતું.અને અંતે ગઈકાલે દાહોદ પોલીસે અબુ બકરના ટ્રાન્સફર વોરંટ ના આધારે છોટાઉદેપુર સબજેલ માંથી ધરપકડ કરી દાહોદ ખાતે લાવવામાં સફળતા સાંપડી છે.ત્યારે હવે નજીકના સમયમાં છેલ્લા ઘણા દિવસથી ગુપ્ત રીતે ચાલતી પોલીસ તપાસમાં હવે સિલસિલા બંધ ખુલાસાઓ થશે. અને સાથે સાથે વધુને વધુ લોકોની ધરપકડ થશે તેમાં કોઈ બે મત નથી. પરંતુ કોની કેટલી જવાબદારી.? અને સમગ્ર કચેરી કૌભાંડમાં કેટલા રૂપિયાની રિકવરી પોલીસની ટીમો કરે છે અથવા તો વસુલાત કેવી રીતે કરે છે તે પણ પોલીસની તપાસની દિશા અને દશા નક્કી કરશે. તેમાં કોઈ બેમત નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!