
રાજેન્દ્ર શર્મા/રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ તાલુકાના જેકોટ નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર ઓઇલ ભરેલું ટેન્કર પલ્ટી માર્યું..
હાઈવે પર ઓઇલ ઢોળાતા પાછળથી આવતી બે ફોર વીલર ગાડીઓ અથડાઈ, સદભાગ્યે કોઈ જાનહાનિ,
હાઈવે પર ઓઈલ ઢોળાતા થોડાક સમય માટે એક એક તરફનો હાઇવે બંધ કરાયો…
દાહોદ તા.24
દાહોદ તાલુકાના જેકોટ નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર ઓઇલ ભરેલું ટેન્કર પલ્ટી ખાતા પાછળ આવી રહેલી બે ફોર વીલર ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક તબક્કે જાણકારીઓ મળી રહી છે.ઓઇલ ભરેલું ટેન્કર પલ્ટી ખાતા ટેન્કરમાં ઓઇલ હાઇવે પર ઢોળાતા સુરક્ષાની દ્રષ્ટિએ એક તરફનો હાઈવે બંધ કર્યા હોવાની જાણકારીઓ પ્રાપ્ત થઇ છે.
વધુ મળતી માહિતી પ્રમાણે દાહોદ તાલુકાના જેકોટ ગામે દાહોદ થી ગોધરા તરફ જતો ઓઇલ ભરેલો ટેન્કર પલટી મારતા ટેન્કરમાંથી ઓઇલ હાઇવે પર ઢોળાઈ જવા પામ્યો હતો.જેના પગલે પાછળથી
આવતી હ્યુન્ડાઇ વરના ગાડી તેમજ જીપ કંપનીની કંપાસ ગાડી એકબીજા સાથે ટક્કર થતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો.જોકે હાઈવે ઉપર ઓઇલ ઢોલાતા થોડાક સમય માટે એક તરફનો હાઇવે
બંધ કરવાની ફરજ પડી હતી. જોકે આજરોજ સવારે બનેલા બનાવમાં સદભાગ્યે કોઈ જાનહાનિ બનવા પામી નથી.