રાજેશ વસાવે :- દાહોદ
પશ્ચિમ રેલવેના મહાપ્રબંધકે દાહોદ રેલવે સ્ટેશનની લીધી મુલાકાત..
અમૃત ભારત સ્ટેશન અંતર્ગત ચાલી રહેલા કામોની સમીક્ષા કરી..
દાહોદ તા. ૭
દાહોદ શહેરમાં પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર દાહોદ રેલ્વે સ્ટેશનની મુલાકાતે પહોંચ્યાં હતાં જ્યાં દાહોદના સાંસદ અને ધારાસભ્ય દ્વારા દાહોદ શહેરની રેલ્વે સુવિધાઓને લઈ જનરલ મેનેજર સમક્ષ વિવિધ લેખિત રજુઆત કરવામાં આવી હતી જેમાં કોરોના કાળ દરમ્યાન બંધ પડેલ ટ્રેનો પુનઃ શરૂ કરવા તેમજ અન્ય ટ્રેનોના સ્ટોપેજ દાહોદ રેલ્વે સ્ટેશનને મળે તે માટેની રજુઆતો કરવામાં આવી હતી. જાણવા મળ્યાં અનુસાર, દાહોદના સાસંદ હાજર ન હોવાને કારણે તેઓની લેખિત રજુઆત દાહોદના ધારાસભ્ય દ્વારા રજુ કરવામાં આવી હતી.
પશ્ચિમ રેલ્વે રતલામ મંડળના જનરલ મેનેજર અશોકકુમાર મિશ્રા દાહોદ રેલ્વે તેમજ દાહોદ કારખાનાની મુલાકાતે પહોંચ્યાં હતાં. દાહોદ રેલ્વે સ્ટેશન તેમજ કારખાનાની જનરલ મેનેજર દ્વારા ઝીણવટ પુર્વક તપાસ હાથ ધરી હતી ત્યારે હાલ દાહોદ રેલ્વે સ્ટેશનનું નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે તે કામ પર પણ જનરલ મેજેનર દ્વારા વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું ત્યારે બીજી તરફ દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર અને દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી દ્વારા જનરલ મેનેજરને લેખિત રજુઆત કરવામાં આવી હતી ત્યારે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર કામકાજમાં વ્યસ્ત હોવાથી તેઓનો લેખિત રજુઆત પત્ર કનૈયાલાલ કિશોરીએ જનરલ મેનેજરને સુપ્રત કરવામાં આવ્યો હતો. સાંસદ અને ધારાસભ્ય દ્વારા જનરલ મેનેજર સમક્ષ રજુઆત કરી હતી કે, વલસાડ-દાહોદ ઈન્ટરસીટી કોરોના કાળ બાદ દાહોદ રેલ્વે સ્ટેશન સુધી આવતી ન હોવાને કારણે તેને પુનઃ દાહોદ રેલ્વે સ્ટેશને સ્ટોપેજ આપવામાં આવે, આણંદ-દાહોદ મેમુ જે દાહોદ જિલ્લાની સાથે સાથે દાહોદ જિલ્લાને સરહદે આવેલ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના લોકો માટે પણ આ ટ્રેન જીવાદોરી સમાન છે તો આ ટ્રેનને ડાઉન દિશામાં શરૂ કરવામાં આવે, બોરડી રેલ્વે સ્ટેશન ખાતે દાહોદ-ભોપાલ એક્સપ્રેસ ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવે, ઓખા, ગુવાહાટી, બાંદ્ર ટર્મિનલ-હજરત નિઝામુદ્દીન (ગરીબ રથ), અર્નાકુલમ-અજમેર (મરૂ-સાગર સ્પેશીયલ), ગાજીપુર-બાંદ્ર, જયપુર-પુણે, બાંદ્રા હરિદ્વાર, આજિમાબાદ એક્સપ્રેસ સહિત ટ્રેનોનેના પણ સ્ટોપેજ આપવામાં આવે, દાહોદ-ઈન્દૌર રેલ પરિયોજનાનું કામ ઝડપથી આગળ વધારવામાં આવે, દાહોદ રેલ્વે સ્ટેશન પર મહિલા યાત્રિઓ માટે સુવિધા હેતુ મહિલા પ્રતિક્ષાલય બનાવવામાં આવે, આ ઉપરાંત દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી દ્વારા રજુઆત કરવામાં આવી હતી અને જેમાં જણાવ્યાં અનુસાર, ઈલેક્ટ્રીક લોગો હેતુ નવુ કારખાનું બની રહ્યું છે. આ કારખાનાના નિર્માણના કારણે પાંચ રસ્તાથી રેલ્વે સ્ટેશનનો જે રસ્તો હતો તે બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે નવા ગડ્ડા કોલોનીથી અવર જવર કરવી પડે છે. આ સ્થળ પર લોખંડનો એક સાંકડો બ્રિજ છે જેના કારણે આ રસ્તા પરથી પસાર થવામાં અકસ્માતનો ભય સતાવે છે. આ કારખાનાના નિર્માણની સાથે ૭.૫ મીટર ચોડા રસ્તા બનાવવાની યોજના ચે પરંતુ બાયપાસ રસ્તાની કામગીરી ધીમી ચાલતી હોવાને કારણે અહીંથી પસાર થતાં લોકોને અવર જવરમાં મુશ્કેલીનો સમાનો કરવો પડી રહ્યો છે. બોરડી રેલ્વે સ્ટેશન પર એફઓબીનું નિર્માણ, અનાસ રેલ્વે સ્ટેશનના ફુટ ઓવર બ્રિજની લંબાઈ વધારવા, દાહોદ રેલ્વે સ્ટેશન પર વાતાનુકુલિત પ્રતિક્ષાલયની વ્યવસ્થા, દાહોદના દર્દીઓને ટ્રાયકલરમાં સારવાર માટે મોકલવામાં આવે છે તો દાહોદમાં પણ સી એમ એસ – વડોદરાથી રેફર લેટર બનાવવું પડે છે જેના કારણે ખુબજ સમય લાગે છે, દર્દીઓને ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડે છે માટે દાહોદમાં પણ સી એમ એસના પદ છે માટે દાહોદના સીએમ એસને દાહોદથી સીધા ટ્રાયકલર હોસ્પિટલ વડોદરામાં રેફર કરવાના અધિકાર વિગેરે જેવી રજુઆતો કરવામાં આવી હતી.
————————————–