
યાસીન ભાભોર :- ફતેપુરા
ફતેપુરા તાલુકાના પાટડીયા ગામે કુવામાં લગાવેલી 2 મોટરોની ચોરાઈ..
મોટર ચોરી અંગે સુખસર પોલીસમાં લેખિત જાણ કરાઈ.
ફતેપુરા તા. ૬
ફતેપુરા તાલુકાના પાટડીયા ગામે પરમાર ફળિયામાં રહેતા ધીરા મોતી પરમારના ઘર નજીક આવેલા તેમના કુવામાં 2 મોટરો લગાવેલી હતી.આ બંને મોટરોની ગતરોજ રાત્રિના સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમો મોટરો,પાઇપ તેમજ વાયર ચોરી કરીને લઈ ગયા છે જેમાં એક 2 ની મોટર જેની કિંમત ₹12,000 તેમજ એક અન્ય મોટર જેની કિંમત ₹ 7500 એમ 2 મોટરોની અજાણ્યા ચોર ઈસમો ચોરી કરીને લઈ ગયા છે.
આ બાબતે ફતેપુરા તાલુકાના પાટડીયા ગામના પરમાર ફળિયાના ધીરા મોતી પરમારે સુખસર પોલીસમાં લેખિત જાણ કરી છે જેના પગલે સુખસર પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.