
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના દેવધા માધ્યમિક શાળા ખાતે જિલ્લા આરોગ્ય અધિકારીનાં માર્ગદર્શન હેઠળ વિશ્વ એડ્સ દિવસની ઉજવણી કરાઈ
ગરબાડા તા. ૧
ગરબાડા તાલુકાનાં દેવધા ગામે માધ્યમિક શાળામાં જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ટીલાવત ના માર્ગદર્શન હેઠળ આરોગ્ય કેન્દ્ર પાચવાડા દ્વારા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓને એચ.આઇ.વી એડ્સ અંતર્ગત ચિત્રકાંત સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું અને ચિત્ર સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને દ્વિતીય નંબર પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને ઇનામ પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મેડિકલ ઓફિસર દ્વારા વિદ્યાર્થીઓને એચ.આઈ.વી સક્રમણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા માર્ગદર્શન આપવામા આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાંચવાડા ના મેડિકલ ઓફિસર ડોક્ટર બક્ષિસ ડામોર સુપરવાઇઝર ,સી.એચ.ઓ ,એમ પી.એચ.ડબલ્યુ, એફ.એચ ડલબલ્યુ તેમજ આશા વર્કર બહેનો અને શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને એઇડ્સ થી મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી