મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી APMC મા ચેરમેનની વા.ચેરમેનની ઇલેક્શન. 29 મીના રોજ યોજાશે..
સંજેલી APMC મા ચેરમેન વા.ચેરમેનની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો.
BJP ના ચૂંટાયેલા ડિરેક્ટરો દ્વારા ચેરમેન પદ માટે માનીતા આકાઓ ના દરબારમાં આટા ફેરા.
ચેરમેન કે વા.ચેરમેન ના પદ માટે વેપારીમાંથી નિયુક્તિ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી.
સંજેલી તા. ૨૮
સંજેલી તાલુકા ની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં 29 મી ના રોજ ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની ચૂંટણીને લઈને ડિરેક્ટરો દ્વારા આકાઓના દરબારમાં આંટા ફેરા ની સાથે બાધા ઓની પણ માન્યતા સાથે ડિરેક્ટરો સાથે કોન્ટેકમાં વધારો. સાથે સાથે ચેરમેન કે વાઇસ ચેરમેન માટે વેપારી માંથી નિયુક્ત કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
સંજેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઝાલોદમાંથી વિભાજન થતા જ ભાજપ સભ્યોની નિયુક્તિ કરવામાં આવી હતી. મુદ્દત પૂર્ણ થતા જ ચૂંટણીની તારીખો જાહેર થતા જ કોંગ્રેસ મેદાનમાં ઉતરતા રાજકીય માહોલ ગરમાયો હતો, અને ભાજપના પેનલના સભ્યો સ્ટેચ્યુ ઓફ યુનિટી ના પ્રવાસમાં રવાના થઈ ગયા હતા. પરંતુ કોંગ્રેસ પાર્ટી ની ધમ પછાડા બાદ પણ પૂરતી પેનલ ન ભણતા કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકર્તાએ ભાજપનો ખેસ ધારણ કરતા Apmc માં ભાજપનો ભગવો લહેરાયો હતો, ચાર વેપારીઓ અને 10 ખેડૂતોની પેનલનો બિનહરીફ વિજેતા થયો હતા. અને હાલ 29 મી ના રોજ ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની ચૂંટણીની તારીખો જાહેર થતાં. ફરી રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપના મોટા માથાઓ ચેરમેન પદ માટે આકાઓના દરબારમાં આટા ફેરા મારી રહ્યા છે.તેમજ મોટી માનતાઓ પણ માની રહ્યા છે. અને બીજી તરફ વેપારી પણ ચેરમેન કે વાઇસ ચેરમેનના પદ માટે દોડધામ કરી રહ્યા છે.જેથી ભાજપના આ મોટા માથાઓના દોડધામ થી નેતાઓમાં પણ માથાના દુખાવા સમાન બન્યો છે. 29 મીના રોજ ભાજપના મેન્ડેડ પર જ ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની નિયુક્તિ થશે કે પછી નારાજ સભ્યો દ્વારા બળવો કરવામાં આવશે તેવી પણ નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે.