Sunday, 08/09/2024
Dark Mode

થાળા-સંજેલી ભામણ ઝાલોદને જોડતો રસ્તો બિસ્માર થતાં વાહન ચાલકોને હાલાકી.  થાળા સંજેલી સિંગલ પટ્ટી રસ્તાની બંને બાજુ જાડી ઝાંખારા નીકળતા વાહચાલકોને હાલાકી 

November 28, 2023
        298
થાળા-સંજેલી ભામણ ઝાલોદને જોડતો રસ્તો બિસ્માર થતાં વાહન ચાલકોને હાલાકી.   થાળા સંજેલી સિંગલ પટ્ટી રસ્તાની બંને બાજુ જાડી ઝાંખારા નીકળતા વાહચાલકોને હાલાકી 

મહેન્દ્ર ચારેલ :- સંજેલી 

થાળા-સંજેલી ભામણ ઝાલોદને જોડતો રસ્તો બિસ્માર થતાં વાહન ચાલકોને હાલાકી. 

થાળા સંજેલી સિંગલ પટ્ટી રસ્તાની બંને બાજુ જાડી ઝાંખારા નીકળતા વાહચાલકોને હાલાકી 

નવીન રસ્તો તેમજ ઝાડી જાખરાઓ સાફ-સફાઈ કરવા તંત્રને રજૂઆત.

સંજેલી તા. ૨૮

 થાળા સંજેલી ભામણ ઝાલોદ હાઇવેને જોડતો માર્ગ નવ વર્ષથી ડામર રસ્તાની મરામત કામગીરી નહીં કરતા માર્ગની બંને બાજુ જાડી જાખરા ઉગી નીકળ્યા. સિંગલ પટ્ટી રસ્તો ઉબરખાબડ રસ્તો થઈ ચૂક્યો છે. ઠેર ઠેર ખાડા પડી ગયા છે ટુવિલર વાહનો સ્લીપ ખાવાના બનાવો તેમજ ફોરવીલર વાહનો પણ અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહીયો છે. થાળા સંજેલી ભામણ સિંગલ પટ્ટી રસ્તો માર્ગ બિસ્માર હાલત ઝાલોદ જવા માટે શોર્ટકટ જવા માટેનો માર્ગ પર રોડ પર જ જાડી જાખરા દૂર કરી નવીન માર્ગ બનાવવા તંત્રને રજૂઆત કરવામાં આવી છતાં તંત્ર દ્વારા નવો રસ્તો બનાવવા તેમજ જાડી જાખરા દૂર કરવા નિષ્ફળ નિવડિયુ.વાહન ચાલકો માટે જોખમરૂપ સમાન બિસ્માર હાલત થઈ ચૂકેલો રસ્તો. થાળા સંજેલી થઈ ભામણ ઝાલોદ હાઇવેને જોડતો 6. કિમી જેટલો સિંગલ પટ્ટી માર્ગ પર ઠેર ઠેર ખાડા બાવળના તેમજ અન્ય વૃક્ષોને કારણે વાહન ચાલકો માટે આ જોખમી સ્વરૂપ તેમજ વાહન ચાલકો માટે આ માર્ગ પર કોઈ મોટી ઘટના સર્જાય તે પહેલા જાડી જાખરા દૂર કરી નવીન રસ્તો બનાવવા તંત્રને રજૂઆત. તંત્રને રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામા આવી રહ્યા છે.જાણે કોઈ મોટી ઘટના બને તેની રાહ જોવામાં આવી રહી છે તેમ ગ્રામજનોમાં ચર્ચાએ જોર પકડ્યું થાળા સંજેલી ચમારીયા ભામણ ને જોડતો રસ્તો નવ વર્ષ પહેલા નો રસ્તો ઉબડખાબડ અને બિસ્માર હાલતમાં હોવાના કારણે પારાવાર વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે વહીવટી તંત્ર દ્વારા સત્વરે આ રસ્તો તેમજ માર્ગની બાજુમાં આવેલ જાડી જાખરા દૂર કરવામાં આવે તેમજ રસ્તો પહોળો કરવામાં આવે તેવી વાહન ચાલકો તેમજ ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!