
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડામાં પીવાના પાણીના મુખ્ય કુવામાં બિલાડી મરણ પામી,
આરોગ્ય વિભાગ દ્વારા દવા નાખી બે દિવસ માટે પાણી ન ભરવા જણાવ્યું.
ગ્રામ પંચાયત દ્વારા બિલાડી કાઢી.મશીનથી કુવો ખાલી કરવા ની કામગીરી શરૂ કરાઈ..
ગરબાડા તા. ૨૩
ગરબાડા નગર સહિત આસપાસના વિસ્તારને પીવાનું શુદ્ધ મીઠું પાણી પૂરું પાડતા બે મુખ્ય કૂવા આવેલ છે એક પચોરીઓ કુવો જ્યારે બીજો રામનાથ સરોવર કિનારે આવેલ કુવો આ કુવો ગરબાડા નગરના 80% વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડે છે.આ કુવામાં બે દિવસ પહેલા અકસ્મિક રીતે બિલાડી પડી જવાથી તેનું મોત થયું હતું જે બાબતની જાણ લોકો એ ગરબાડા ગ્રામ પંચાયતને જાણ કરતાં સરપંચ અશોકભાઈ દ્વારા તાત્કાલિક અસરથી આ બિલાડીને બહાર કાઢવાની કામગીરી કરાવી હતી.અને આરોગ્ય વિભાગ ને જાણકરી હતી. આરોગ્ય વિભાગ દ્વારા કૂવામાં દવા નાખવામાં આવી હતી.અને બે દિવસ સુધી આ કુવાનું પાણી પીવા ન ઉપયોગ કરવા જણાવ્યું હતું.જ્યારે બીજા દિવસે પંચાયત દ્વારા કુવા માં મશીન મૂકીને કુવાનું સમગ્ર પાણી બહાર કાઢવા ની પ્રક્રિયા હાથ ધરી હતી.