મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલીમાં સરદાર પટેલના જન્મ જયંતીની ઉજવણી કરાઈ.
સંજેલી તા.31
આજરોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતના કરમચંદ ખાતે જન્મેલા સરદાર પટેલ સફળ વકીલાત દરમ્યાન મહાત્મા ગાંધીના કામ અને વિચારધારાથી પ્રભાવિત થયા હતા. ખેડૂતોને સંગઠિત કરીને અંગ્રેજો સામે સત્યાગ્રહ કર્યા હતા. ભારતના પહેલા ગૃહ મંત્રી અને ઉપપ્રધાન મંત્રી તરીકે, સરદાર પટેલ સાહેબ પંજાબ અને દિલ્હીમાં નિરાશ્રિતો માટે સહાયનું આયોજન કર્યું હતું. વર્જથી પણ કઠોર કાયા, વાણી જાણે તલવાર, બુલંદ નાદે અંખંડ ભારત ઘડનાર, નામ એનું છે સરદાર….562 દેશી રજવાડાંઓને એકત્રિત કરનાર ભારતના શિલ્પી, દેશના સ્વાતંત્ર સેનાની, ગુજરાતના પનોતા પુત્ર એવા લોહ પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી પર ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક દિલીપકુમાર મકવાણાએ કોટી કોટી પ્રણામ વંદન કર્યા હતા.. આં ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીમાં સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.