અસ્થિર મગજની મહિલાનું પરિવાર સાથે મિલન કરાવતી સંજેલી સી ટીમ.. સુલીયાત સાગાવાડાની અસ્થિર મગજની મહિલા બસમાં બેસી નીકળી આવી હતી.

Editor Dahod Live
1 Min Read

મહેન્દ્ર ચારેલ :- સંજેલી 

અસ્થિર મગજની મહિલાનું પરિવાર સાથે મિલન કરાવતી સંજેલી સી ટીમ..

સુલીયાત સાગાવાડાની અસ્થિર મગજની મહિલા બસમાં બેસી નીકળી આવી હતી.

નવીન બસ સ્ટેન્ડ ખાતે સ્થિર મગજની મહિલા આમ તેમ ભટકતા PSI જાણ કરાઈ હતી.

તાત્કાલિક C ટીમ દ્વારા અસ્થિર મગજની મહિલાને રેસ્ક્યુ કરી પકડી પાડવામાં આવી હતી.

સંજેલી તા.31

સંજેલી નવીન બસ સ્ટેશન ખાતે 30 ઓક્ટોબરના રોજ સાંજના 4 વાગે ના સમયે 21 થી 22 વર્ષની અસ્થિર મગજ ની મહિલા પાદરા બસમાંથી બેસીને સંજેલીમાં ઉતરી ત્યારબાદ આમ તેમ દોડીયા કરતી અને કોઈપણ ગાડી પાછળ દોડતી હતી. મારે સંતરામપુર જવું છે એવું કહી ગાડી ઉપર ચડવા આમતેમ ભટકતી હતી. ત્યારબાદ એક જાગૃત વ્યક્તિએ સંજેલી પોલીસ સ્ટેશન નો સંપર્ક કરી જાણ કરી હતી. સંજેલી ની સી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચીને અસ્થિર મગજ ની મહિલાનું રેકયુ કરીને પૂછપૂરછ કરતા તેમને સૂલિયાત સાગાવાડા ભાળ મળી અને તેમની માતાનું નામ લીલાબેન લક્ષ્મણભાઈ નિસરતા જણાવતા સી ટીમ દ્વારા અસ્થિર મગજ ની માતા સાથે ઓળખાણ બાબતે આધાર કાર્ડ સહિતની પ્રોસેસ કરી મહિલાને પોતાની માતા સાથે મિલન કરાવ્યું. અસ્થિર મગજ ની મહિલાના માતાએ જણાવ્યું હતું કે હું શાકભાજી વેચવા ગઈ હતી અને આ મારી છોકરી ઘરે હતી તે કીધા વગર નીકળી ગઈ હતી. લીલાબેન નીસરતા સંજેલી સી ટીમનો આભાર માન્યો..

Share This Article