ગરબાડા તાલુકાના પાંચવાડા ગામના બે યુવકો અગ્નિવીર પરીક્ષામાં પાસ થતા તેઓનો સન્માન સમારો યોજાયો

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડા તાલુકાના પાંચવાડા ગામના બે યુવકો અગ્નિવીર પરીક્ષામાં પાસ થતા તેઓનો સન્માન સમારો યોજાયો

ગરબાડા તા. ૨૬

પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના પાંચવાડા ગ્રામ પંચાયત ખાતે પાંચવાડા ગામના બે યુવકો અગ્નિવીર પરીક્ષામાં પાસ થતા તેઓનો સન્માન સમારોહ ગામના સરપંચની આગેવાની હેઠળ યોજવામાં આવ્યો હતો જે સન્માન સમારોહમાં અગ્નિવીર પરીક્ષામાં પાસ થયેલા પરમાર અશ્વિનભાઈ રાજુભાઈ તેમજ બારીયા અંકિતભાઈ રમસુભાઈ ને તેમના માતા પિતા તેમજ ગામ લોકો દ્વારા હાર પહેરાવી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને ગામના સરપંચ અને ગામ લોકો દ્વારા આ બંને યુવકો પોતાનું વતન છોડી અને અગ્નિવીર માં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે અને ગામનું તેમજ સમાજનું નામ રોશન કરે અને વધુમાં વધુ બીજા પણ ગામના નવ યુવાનો અગ્નિવીર પરીક્ષામાં પાસ કરી અને સેનામાં જોડાય તેવા આશીર્વાદો પણ આપ્યા હતા …

Share This Article