Thursday, 28/03/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં ચાર જુદી જુદી જગ્યાએ ધમધમતા શ્રાવણીયા જુગારધામ પર પોલીસના દરોડા દરમિયાન 32 જુગારીયાઓ 2.23 લાખના મુદામાલ સાથે ઝડપાયા,એક ફરાર

August 29, 2021
        732
દાહોદ જિલ્લામાં ચાર જુદી જુદી જગ્યાએ ધમધમતા શ્રાવણીયા જુગારધામ પર પોલીસના દરોડા દરમિયાન 32 જુગારીયાઓ 2.23 લાખના મુદામાલ સાથે ઝડપાયા,એક ફરાર

જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ જિલ્લામાં ચાર જુદી જુદી જગ્યાએ ધમધમતા શ્રાવણીયા જુગારધામ પર પોલીસના દરોડા:32 જુગારીયાઓ ઝડપાયા, એક ફરાર,2.23 લાખનો મુદામાલ કબ્જે..

ઝાલોદ તાલુકાના દાંતગઢ ગામે જાહેરમાં શ્રાવણીયો જુગાર રમતા નવ લોકોને પોલીસે 36 હજારના મુદ્દામાલ સાથે ઝડપી જેલભેગા કર્યો 

ફતેપુરા તાલુકાના સુખસર નગરમાં જાહેરમાં જુગાર રમતા 7 ગેમ્બલરો 47 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા,એક ફરાર

ફતેપુરા તાલુકાના ભોજેલા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શકુનીઓ ઝડપાયા: 24 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો 

 ગરબાડા નગરમાં જાહેરમાં જુગાર રમતા ૧૧ જુગારીઓને પોલીસે સવા લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા 

દાહોદ તા.૨૯

દાહોદ જિલ્લાના ગરબાડા નગરમાં જાહેરમાં પાના પત્તા વડે જુગાર રમી રહેલા ૧૧ જુગારીઓને પોલીસે દબોચી લઈ તેઓની પાસેથી રોકડા રૂપીયા ૬૨,૪૦ તથા મોબાઈલ ફોન વિગેરે મળી કુલ રૂા.૧,૧૬,૯૨૦નો મુદ્દામાલ કબજે કર્યાંનું જાણવા મળે છે.

ગત તા.૨૮મી ઓગષ્ટના રોજ ગરબાડા નગરના મેઈન બજારમાં જાહેરમાં પાના પત્તા વડે પૈસાથી હારજીતનો જુગાર રમતાં મુકેશભાઈ કચરાભાઈ સીસોદીયા, શૈલેન્દ્રકુમાર મદનલાલ સોની, હિતેશભાઈ ગજેન્દ્રભાઈ જાેશી, નલીનભાઈ કનૈયાલાલ પંચાલ, મયુરભાઈ રમણલાલ જાેશી, મિતેશકુમાર વિનોદચંદ્ર સોની, રાજેશકુમાર શાંતીલાલ પંચાલ, રાજેશભાઈ ચંદુલાલ મિનામા, મનોજકુમાર કચરાભાઈ સીસોદીયા, પવનકુમાર રસીકભાઈ સોની અને સાવનકુમાર રસીકલાલ સોની (તમામ રહે. ગરબાડા, તા.ગરબાડા, જિ.દાહોદ) નાઓ જાહેરમાં પાના પત્તા વડે પૈસાથી હારજીતનો જુગાર રમતાં હોવાની ગરબાડા પોલીસને બાતમી મળતાં પોલીસે ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાયાં હતાં પરંતુ પોલીસે જુગારીઓને ચારેય તરફથી ઘેરી લીધાં હતાં અને તેઓની અંગ ઝડપી અને દાવ પરથી રોકડા રૂપીયા ૬૨,૪૨૦ની રોકડ રકમ તેમજ મોબાઈલ નંગ.૧૦ કિંમત રૂા.૫૪,૫૦૦ વિગેરે મળી કુલ રૂા.૧,૧૬,૯૨૦નો મુદ્દામાલ કબજે કરી ગરબાડા પોલીસે ઉપરોક્ત ૧૧ જુગારીઓ વિરૂધ્ધ જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ફતેપુરા તાલુકાના સુખસર નગરમાં જાહેરમાં જુગાર રમતા 7 ગેમ્બલરો 47 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા,એક ફરાર

ફતેપુરા તાલુકાના સુખસર નગરમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતાં આઠ જુગારીઓ પૈકી ૦૭ જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યાં હતાં જ્યારે એક નાસી જવામાં સફળ રહ્યો હતો ત્યારે ઝડપાયેલ જુગારીઓની અંગ ઝડપી અને દાવ પરથી કુલ રોકડા રૂપીયા ૨૩,૫૦૦ તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂા.૪૭,૫૦૦નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યાંનું જાણવા મળે છે.

ગત તા.૨૮મી ઓગષ્ટના રોજ સુખસર નગરના પંચાલ ફળિયામાં આવેલ પંકજભાઈ હરિપ્રસાદ અગ્રવાલની દુકાનના શોપિંગના ખુણામાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતાં ભુરાભાઈ ભગવાનદાસ પંચાલ, વિજુભાઈ નાથુભાઈ ગેહલોત, તવિ ઉર્ફે હિતેષભાઈ પ્રકાશભાઈ કલાલ, દિપકભાઈ ગણપતસિંહ પંચાલ, રાજુભાઈ નાથુભાઈ ગેહલોત, મુન્નાભાઈ માણેકલાલ પંચાલ, પંકજભાઈ હરિપ્રસાદ અગ્રવાલ અને કાળુભાઈ મનુભાઈ પંચાલ (તમામ રહે. સુખસર, તા. ફતેપુરા, જિ.દાહોદ) નાઓ જુગાર રમતાં હોવાની પોલીસને બાતમી મળતાં પોલીસે ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાયાં હતાં જે પૈકી કાળુભાઈ મનુભાઈ પંચાલ નાસી જવામાં સફળ રહ્યો હતો જ્યારે અન્ય ૦૭ જણાને પોલીસે ઝડપી પાડી તેઓની અંગ ઝડતી અને દાવ પરથી કુલ રોકડા રૂપીયા ૨૩,૫૦૦ અને મોબાઈલ ફોન નંગ.૦૫ કિંમત રૂા.૨૪,૦૦૦ એમ કુલ મળી રૂા.૪૭,૫૦૦નો મુદ્દામાલ સુખસર પોલીસે કબજે લઈ જુગારીઓ વિરૂધ્ધ જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ફતેપુરા તાલુકાના ભોજેલા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શકુનીઓ ઝડપાયા: 24 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ભોજેલા ગામે જાહેરમાં પાના પત્તા વડે હારજીતનો જુગાર રમતાં પાંચ જુગારીઓને પોલીસે દબોચી લઈ તેઓની પાસેથી રોકડા રૂપીયા ૧૪,૦૨૦ તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂા.૨૪,૦૨૦નો મુદ્દામાલ કબજે કર્યાંનું જાણવા મળે છે.

ગત તા.૨૮મી ઓગષ્ટના રોજ ભોજેલા ગામે માળી ફળિયામાં જાહેરમાં પાના પત્તા વડે પૈસાથી હારજીતનો જુગાર રમતાં ઉમેશ શકજીભાઈ બારીયા, પિન્ટુ ઉર્ફે વિપુલભાઈ કડકીયાભાઈ સંગાડા, જેન્તીભાઈ રંગજીભાઈ બારીયા, રમેશભાઈ લાલસીંગભાઈ ડામોર અને પ્રવિણભાઈ રતનભાઈ ડામોર આ પાંચેય જણા જુગાર રમતાં હોવાની સુખસર પોલીસને બાતમી મળતાં પોલીસે ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાયાં હતાં પરંતું પોલીસે પાંચેય જુગારીઓને ચારેય તરફથી ઘેરી લઈ તેઓની અંગ ઝડતી અને દાવ પરથી કુલ રોકડા રૂપીયા ૧૪,૦૨૦ તેમજ મોબાઈલ નંગ. ૨ કિંમત રૂા.૧૦,૦૦૦ વિગેરે મળી કુલ રૂા.૨૪,૦૨૦નો મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત જુગારીઓ વિરૂધ્ધ સુખસર પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઝાલોદ તાલુકાના દાંતગઢ ગામે જાહેરમાં શ્રાવણીયો જુગાર રમતા નવ લોકોને પોલીસે 36 હજારના મુદ્દામાલ સાથે ઝડપી જેલભેગા કર્યો 

ઝાલોદ તાલુકાના દાંતગઢ ગામે જાહેરમાં પાના પત્તા વડે જુગાર રમતાં ૦૯ જુગારીઓને પોલીસે ઝડપી પાડી તેઓની અંગ ઝડતી અને દાવ પરથી કુલ રોકડા રૂપીયા ૩૦,૪૦૦ તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂા.૩૫,૯૦૦નો મુદ્દામાલ કબજે કર્યાંનું જાણવા મળે છે.

 

ગત તા.૨૮મી ઓગષ્ટના રોજ દાંતગઢ ગામે ધુવેડીયા ફળિયામાં જાહેરમાં પાના પત્તા વડે પૈસાથી હારજીતનો જુગાર રમતાં ધર્મેશભાઈ મનસુખભાઈ ગારી, હર્ષદભાઈ વીરાભાઈ ચૌહાણ, રમેશભાઈ દલાભાઈ કલારા, પંકજભાઈ ઉર્ફે ભયલું પ્રવિણભાઈ માળી (ગેલોત), ફારૂકભાઈ યુસુફભાઈ ઉંદરા, વિકાસભાઈ નરેન્દ્રભાઈ જૈન, ઈકબાલભાઈ હમીદભાઈ શેખ, રવિકુમાર કૈલાશભાઈ પરમાર અને મનુભાઈ સવલાભાઈ બારીયા જાહેરમાં પાના પત્તા વડે પૈસાથી હારજીતનો જુગાર રમતાં હોવાની પોલીસને બાતમી મળતાં પોલીસે ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાયાં હતાં પરંતુ પોલીસે તમામ જુગારીઓને ચારેય તરફથી ઘેરી લઈ ઝડપી પાડ્યાં હતાં અને તેઓની અંગ ઝડતી અને દાવ પરથી કુલ રોકડા રૂપીયા ૩૦,૪૦૦ ની રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન નંગ.૦૪ કિંમત રૂા.૫૫૦૦ મળી કુલ રૂા.૩૫,૯૦૦ નો મુદ્દામાલ કબજે કરી ચાકલીયા પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

———————————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!