જેસાવાડા પોલીસ મથકે ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી અંતર્ગત કાર્યક્રમ યોજાયો..

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

જેસાવાડા પોલીસ મથકે ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી અંતર્ગત કાર્યક્રમ યોજાયો..

ગરબાડા તા. ૪

જેસાવાડા પોલીસ મથક ખાતે પોલીસ વિભાગ દ્વારા સંવાદ થી સુરક્ષાસેતુ અંતર્ગત ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી વિષય પર જેસાવાડા પોલીસ મથકના પી.એસ.આઇ એન.એમ રામીની અધ્યક્ષમાં કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં જેસાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના વિવિધ ગામોના વિવિધ સમાજના આગેવાનો વેપારી અગ્રણીઓ સામાજિક અને રાજકીય સંસ્થાના હોદ્દેદારો હાજરી આપી હતી જેમાં જેસાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થતી અસામાજિક પ્રવૃત્તિઓ તેમજ ટ્રાફિકની સમસ્યા સીસીટીવી કેમેરા અને ઘરેલુ હિંસા સહિતના વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં જેસાવાડા પોલીસ મથકના પી.એસ.આઇ એનએમ રામી દ્વારા પોતાની ત્રણ વાતમાં ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા માટે જેસાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરેક જગ્યા ઉપર વેપારી અગાણીઓને સીસીટીવી કેમેરા લગાવવાની અપીલ કરી હતી અને તેઓને કનડગત પ્રશ્નો અંગે પોલીસે માહિતગાર કરવા જણાવ્યું હતું આ કાર્યક્રમમાં વિવિધ સમાજના તેમજ ગામના અગ્રણીઓ દ્વારા પોતાની ત્રણ વાત અંતર્ગત જેસાવાડા પોલીસને પોતાના મંતવ્યો માં રાત્રિ બનતી ચીરીઓ ની ઘટનાના ને ડામી દેવા પોલીસ પેટ્રોલિંગ જેસાવાડા નાં વિવિધ પોલીસ પોઇન્ટ તેમજ (ચોકી )અનેબ જેસાવાડા બજારમાં ટ્રાફિક ની સમસ્યા જેવા મંતવ્ય પોલીસને જણાવ્યા હતા.

Share This Article