ઈરફાન મકરાણી :- દે.બારીયા
દે.બારીયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની સંકલન સભા યોજાઈ.
દેવગઢબારીયા તા. ૧
દેવગઢબારિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની સંકલન સભા ધી-બારીયા તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળીના સભાખંડમાં યોજવામાં આવી હતી. સંકલન સભાની શરૂઆત ગુરુ બ્રહ્મા શ્લોકથી કરવામાં આવી .સભાની શરૂઆતમાં અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રામલાલજીના અવસાન થવાથી તેઓની યાદમાં બે મિનિટનો મૌન પાળવામાં આવ્યો હતો.સંકલન સભાનો મુખ્ય મુદ્દો તમામ કર્મચારીઓ માટે ઓપીએસનો હતો.સંકલન સભામાં અંદાજે 10 જેટલા પ્રાથમિક શિક્ષકોને સ્પર્શતા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી. જેવી કે સીપીએફની કપાત તાત્કાલિક જમા કરાવવાનું આયોજન કર્યુ. જીપીએફ કપાત જમા કરાવવું. મકાન લોનના હપ્તા જમા કરાવવા . શિક્ષક ક્વાર્ટર્સ ફાળવવા. ઉચ્ચતર ના કેસોનો ઝડપથી નિકાલ કરવો. સીપીએફના નવા ખાતા ખોલવા. પ્રસુતિની રજા સળંગ ગણવી . વર્ષ 2022 નો લવાજમ જમા કરવું જેવા મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. સંકલન સભામાં તાલુકા સંઘના પ્રમુખ બુધાભાઈ પરમાર એ દરેક મુદ્દાઓની વિસ્તૃત છણાવટ કરી હતી. સંઘના મહામંત્રી દિનેશભાઈએ હાજર રહેલા તમામ કારોબારી સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો …