
રાહુલ ગારી :- ગરબાડા
ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 13 વર્ષથી નાસતા ફરતા આરોપીને ગરબાડા પોલીસે દિવાનિયાવડ ખાતેથી ઝડપી પાડી જેલ ભેગો કર્યો
ગરબાડા તા. ૩૦
ગરબાડા પોલીસ મથકના પીએસઆઇ જે એલ પટેલ તેમજ પોલીસ સ્ટાફના માણસો નાસતા ફરતા વોન્ટેડ આરોપી પકડી પાડવા માટે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે મહેસાણા બી.ડિવિઝન પોલીસ મથકનાં ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 13 વર્ષથી નાસતો કરતો આરોપી કાંતિભાઈ પાનસિંગભાઈ ડામોર રહે બોરીયાલા દિવાનાવડ જે તેના ઘરે આવેલ બાતમીના પોલીસે કોમ્બિંગ કરી આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધમાં સીઆરપીસી કલમ૪૧ (૧) આઈ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી કરવા માટે મહેસાણા બી ડિવિઝન પોલીસ સોંપવાની તજવીત હાથ ધરી હતી ..