નવીન સિકલીગર :- પીપલોદ
દે.બારિયા APMC ચૂંટણીમાં નવી કમિટી ની રચના માટે ખેડૂત અને વેપારી માંથી 24 કેટલા ઉમેદવારોએ નિયુક્તિ પત્ર રજૂ કર્યા..
પીપલોદ તા. ૨૯
દેવગઢ બારીયા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની હાલની કમિટીની મુદત પૂરી થતાં નવી કમિટીની યોજનાર સામાન્ય ચૂંટણીને લઈને ખેડૂત મતવિભાગ અને વેપારી મત વિભાગમાંથી 24 જેટલા ઉમેદવારોએ ભાગ લેવા પોતાના નિયુક્તિ પત્રો રજૂ કર્યા હતા
દેવગઢબારિયા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની હાલની કમિટીની મુદત પૂરી થઈ જવા પામી છે ત્યારે ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર વિભાગના નિયામક દ્વારા નવી કમિટીની રચના કરવાના ભાગરૂપે આગામી દિવસોમા સામાન્ય ચૂંટણી યોજવામાં આવનાર છે. જે સંદર્ભે અગાઉ પ્રસિદ્ધ કરવામાં આવેલ નોટિસના અનુસંધાને આજરોજ 24 જેટલા ઉમેદવારોએ પોતાના નિયુક્તિ પત્રો દેવગઢબારિયા ખાતે રજૂ કર્યા હતા. જેમાં ખેડૂત મત વિભાગમાંથી 18 તેમજ વેપારી મત વિભાગમાંથી છ જેટલા નિયુક્તિપત્રો રજૂ થયા હતા. ત્યારે અંદરો અંદર લોકમુખે થઇ રહેલી ચર્ચાઓ મુજબ એકજ પક્ષમાંથી એકથી વધારે નિયુક્તિપત્રો રજૂ થતાં ઉચ્ચ પદની લાલસા રાખી કેટલાક અસંતુષ્ટોએ પોત પોતાની લોબી ચલાવી હોય તેમ ક્યાંક જણાઈ રહ્યું છે, ત્યારે કોણ કોની સામે જંગ લડશે એ તો ફોર્મ ચકાસણી બાદ જ ચોખ્ખું ચિત્ર બહાર આવશે.