
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખે વિધિવત રીતે પદભાર સંભાળ્યો.
ગરબાડા તા. ૧૮
ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખની પહેલી ટર્મ પૂરી થતાં તાલુકા પંચાયત બીજા ટર્મનાં તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.જેમાં આજે તાલુકા પંચાયત કચેરી ગરબાડા ખાતે ગરબાડા 133 વિધાનસભાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર તાલુકા ભારતીય જનતા પાર્ટીના મંડળ પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડ તેમજ ચંદુભાઈ ગણાવા અને તાલુકા વિકાસ અધિકારી હિરલ પટેલની ઉપસ્થિતિમાં તાલુકા પંચાયત પ્રમુખ તરીકે મયુરભાઈ ભાભોર તેમજ ઉપપ્રમુખ તરીકે લલ્લુભાઈ જાદવ દ્વારા વિધિવત રીતે ચાર સંભાળ્યો હતો પાર્ટીના કાર્યકર્તા અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખને મીઠાઈ ખવડાવી તેઓને શુભેચ્છા પાઠવી હતી.