Sunday, 08/09/2024
Dark Mode

રક્ષાબંધનના દિવસે કાળીયા કોતરમાં બનેલી લૂંટનો ભેદ ઉકેલાયો.. જેસાવાડા નજીક દેવડા પરિવાર જોડે લૂંટ ચલાવનાર ગેંગના સભ્યને પોલીસે જેલભેગો કર્યો..

September 17, 2023
        796
રક્ષાબંધનના દિવસે કાળીયા કોતરમાં બનેલી લૂંટનો ભેદ ઉકેલાયો..  જેસાવાડા નજીક દેવડા પરિવાર જોડે લૂંટ ચલાવનાર ગેંગના સભ્યને પોલીસે જેલભેગો કર્યો..

રાહુલ ગારી :- ગરબાડા 

રક્ષાબંધનના દિવસે કાળીયા કોતરમાં બનેલી લૂંટનો ભેદ ઉકેલાયો..

જેસાવાડા નજીક દેવડા પરિવાર જોડે લૂંટ ચલાવનાર ગેંગના સભ્યને પોલીસે જેલભેગો કર્યો..

ગરબાડા તા. ૧૭ 

 ગરબાડા તાલુકાના જેસાવાડા ના કાતળીયા કોતર નજીક રક્ષાબંધનના દિવસે બે પરિવારોને રોકી અજાણ્યા પાંચ જેટલા લૂંટારો દ્વારા હાથમાં મારગ હથિયારો સાથે બે પરિવારોને રોકી આંતરિક લૂંટ ચલાવી હતી જે ઘટનાની જાણ જેસાવાડા પોલીસને થઈ હતી અને પોલીસે ઘટનાની ઝીણવટ ભરી તપાસ કરી અને લૂંટારોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં જેસાવાડા પોલીસ મથકના પી.એસ.આઇ એન. એમ રામી તેમજ પોલીસ સ્ટાફના માણસો અલગ અલગ ટીમો બનાવીને ટેકનિકલ અને હ્યુમનસોર્સ ની મદદથી આ લૂંટની ઘટનામાં સંડોવાયેલા વિનુભાઈ વીરસીંગભાઇ ભાભોર ને ધાનપુર રોડ પરથી પકડી પાડી જેસાવાડા પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને તેની પૂછપરછ કરતા તેને અને તેના સાગરિતો દ્વારા રક્ષાબંધનના તહેવારનાં દિવસે પોતાના સાથીદારો ક્રમાનભાઈ બાબભાઈ ભાભોર , નીલમભાઈ છગનભાઈ ભાભોર આકાશભાઈ હસનાભાઈ ભાભોર સાથે મળી કાતળિયા કોતર નજીક બે મોટર સાયકલઓને ઉભી રખાવી અને તેમની પાસેથી સોનાની ચેન સહિત 50 હજાર રૂપિયાની રિકવરી પોલીસે કરી હતી આમ જેસાવાડા પોલીસે ગણતરીના દિવસોમાં વડવાના કાતળીયા કોતરપર બનેલી લૂંટની ઘટનામાં સંડોવાયેલા લૂંટારૂઓને ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતા ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!