સ્વનિર્ભર પ્રાથમિક શાળામાં વાલી ભાઈ બહેનો માટે સર્જનાત્મક કારીગરી હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યું

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

સ્વનિર્ભર પ્રાથમિક શાળામાં વાલી ભાઈ બહેનો માટે સર્જનાત્મક કારીગરી હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યું

દાહોદ તા. ૧૪

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દાહોદ, સંચાલિત સ્વનિર્ભર પ્રાથમિક શાળામાં વાલી ભાઈ બહેનો માટે સર્જનાત્મક કારીગરી હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 60 વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ભરતગુંથણ ,ટી.એલ એમ ના નમુના ,વોલપીસ ,ચંદ્રયાન તથા અલગ અલગ પ્રકાર ના સૌને આકર્ષિત કરે તેવા ઉત્કૃષ્ટ નમૂના બનાવ્યા હતા

ખૂબ જ અનુભવી નીપુણ એવા શ્રીમતિ શ્રદ્ધા વિશાલ શાહે નિર્ણાયક તરીકે ની ભૂમિકા ભજવી હતી તથા વાલીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જોઈન્ટ ડાયરેક્ટર શ્રી, કન્વીનર શ્રી, કો-ઓર્ડીનેટર શ્રી, આચાર્યશ્રી એ સૌને આવકાર આપી અભિનંદન પાઠવ્યા હતા. શાળા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું વાલી ભાઈ બહેનોએ ખુશી વ્યક્ત કરી હતી.

Share This Article