Sunday, 08/09/2024
Dark Mode

ગરબાડા તાલુકાના ટૂંકી વજુ ગામેથી વનવિભાગે દીપડાને પાંજરે પૂર્યો…

September 8, 2023
        928
ગરબાડા તાલુકાના ટૂંકી વજુ ગામેથી વનવિભાગે દીપડાને પાંજરે પૂર્યો…

રાહુલ ગારી ગરબાડા 

ગરબાડા તાલુકાના ટૂંકી વજુ ગામેથી વનવિભાગે દીપડાને પાંજરે પૂર્યો…

દીપડો પાંજરે પુરાતા સ્થાનિક રહીશોએ હાશકારો અનુભવ્યો…

પાંજરે પુરાયેલા દીપડાને જાંબુઘોડા રેસ્ક્યુ સેન્ટર મોકલાયો  

ગરબાડા તા.08

ગરબાડા તાલુકાના ટૂંકીવજુના કાકોલ ફળિયામાં અવારનવાર દીપડાએ દસ્તક દેતા ગામ લોકોમાં ભયનો માહોલ સેવાયો હતો અને દીપડા દ્વારા બકરાનો શિકાર કરતો હોવાનું જાણવા મળ્યું હતું દીપડા દ્વારા અવારનવાર દસ્તક દેતા ગામ લોકો દ્વારા સરપંચને આ બાબતે  જાણ કરવામાં આવી હતી.જેની જાણ સરપંચ દ્વારા વન વિભાગને કરવામાં આવી હતી માહિતી મળતા વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરું મૂકવામાં આવ્યું હતું અને ગઈ રાત્રે પાંજરામાં મુકેલ બકરાનો મારણ કરવા આવેલ દીપડાને પાંજરા ની મદદથી પકડી પાડવામાં આવ્યો હતો અને દીપડાને પકડવાની કામગીરી નાયબ વન રક્ષક બારીયા આર.એમ તેમજ (Rfo) એમ એલ બારીયા ને ના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમે આ દીપડાને પકડી પાડી રેસ્ક્યુ સેન્ટર જાંબુઘોડા ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. દીપડો પાંજરે પુરાતા સ્થાનિક રહીશોએ હાશકારો અનુભવ્યો હતો..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!