મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી સ્માર્ટ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ મીટીંગ યોજાઈ.
સાઇલેન્સર વાળી બાઈકો વિરુદ્ધ કાર્યવાહી કરવા તેમજ વેપારીઓએ દુકાનનો સામાન બહાર ન કાઢવા સુચના અપાઈ.
આગામી તહેવારોને અનુલક્ષીને આગેવાનો તેમજ વેપારીઓની ઉપસ્થિતિમાં સંજેલી પોલીસ સ્ટેશને મીટીંગ યોજાઈ.
સંજેલી તા.06
સંજેલી સ્માર્ટ પોલીસ મથક ખાતે આવનારા તહેવારોને લઇ શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી જેમાં સંજેલી નગરના વેપારીઓ ગ્રામજનો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંજેલી પોલીસ મથકે શાંતિ સમિતિની મિટિંગમાં આવનારા તહેવારોને લઇ 15 સપ્ટે ના રોજ રણધિકપુર થી સંજેલી કાવડ યાત્રાને લઈ કાવડ યાત્રામાં બંદોબસ્ત ગોઠવવા તેમજ સીસીટીવી ફૂટેજ અને સંજેલી માં ચાર કેમેંરા ફાળવવા તેમજ મંદિર ઉપર જીઆરડી પોઇન્ટ મૂકવા સહીત શાંતિ સમિતિની મિટિંગમાં
આવનાર હિન્દુ ધર્મના ધાર્મિક તહેવાર જેવાકે કાવડ યાત્રા જન્માષ્ટમી, નંદમહોત્સવ (મટકીફોડ) ગણેશમહોત્સવ તથા મુસ્લિમ ધર્મના ઇદે મિલાદ વિગેરે તહેવાર શાંતિપૂર્ણ ઉજવાય તે અનુસંધાને સંજેલી સ્માર્ટ પોલીસ મથકે શાંતિ સમિતિની મીટિંગ યોજવામાં આવી હતી..