Friday, 27/12/2024
Dark Mode

રાખડીના બે દિવસ પહેલા ફૂડ એન્ડ ડ્રગ વિભાગનું ચેકિંગ, ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો.રાખડીના બે દિવસ પહેલા ફૂડ એન્ડ ડ્રગ વિભાગનું ચેકિંગ, ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો.

August 28, 2023
        399
રાખડીના બે દિવસ પહેલા ફૂડ એન્ડ ડ્રગ વિભાગનું ચેકિંગ, ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો.રાખડીના બે દિવસ પહેલા ફૂડ એન્ડ ડ્રગ વિભાગનું ચેકિંગ, ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો.

રાખડીના બે દિવસ પહેલા ફૂડ એન્ડ ડ્રગ વિભાગનું ચેકિંગ, ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો.

આગામી રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં લઈ નમુના ચેક કર્યા.

ગરબાડામાં મીઠાઈઅને ફરસાણની દુકાનો પર ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચેકીંગ:માવા અને તેલની ગુણવત્તા ચકાસી મીઠાઈના નમુના એકત્રિત કર્યા.

આગામી રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં લઈ નમુના ચેક કર્યા

ગરબાડા તા.28

| Deep Homeo & Skin Care Clinic ||

✓ Dr. Hiral shah ( B.H.M.S,FMC ) : Certified psychology counsellor

diet and nutrition center

(1) શું આપ વારંવાર પથરીની બીમારીથી પીડિત છો..?

(2) શું આપ ચામડીના રોગોથી કંટાળી ગયા છો.?

(3) શું આપ વાળની સમસ્યાઓથી ચિંતિત છો..?

✓ તો આજે જ અમારા ક્લિનિક ની મુલાકાત લો , જ્યાં આપને ચામડી ના રોગો સબંધિત વિવિધ સમસ્યાઓ નો સચોટ અને સરળ ઉપચાર મળશે : એટલું જ નહિ

✓ શ્વસન તંત્ર, પાચન તંત્ર,સ્ત્રી રોગ,માનસિક રોગ,બાળ રોગ,તથા હાડકાના રોગ સહિત ની બીમારીઓ નું આધુનિક ટેકનોલોજીની સાથે સચોટ ઉપચારની ગેરન્ટી

• તો રાહ શેની જુઓ છો ?…આજે જ સંપર્ક કરો !

Dr. Hiral shah (B.H.M.S. F.M.C.) : 9879248254

નવકાર વોચ કંપની ની ઉપર , રામા હોટલ પાસે , ઝાલોદ રોડ , દાહોદ

@deephomeo_and_skincare_clinic | @shah.hiral.98

ગરબાડા નગરમાં આજે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગામી આવનાર રક્ષાબંધનના તહેવારને લઈને મીઠાઈ અને ફરસાણની દુકાનો પર માવાની મીઠાઈ અને તેલની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી.જોકે રક્ષાબંધનના તહેવારો દરમિયાન બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળતી મીઠાઈઓની દુકાનોમાં મીઠાઈઓનું ધુમ વેચાણ થાય છે. આવા સંજોગોમાં કેટલાક લાલચુ વેપારીઓ વધુ નફો રળી લેવાની લાલચમાં ભેળસેળયુક્ત મીઠાઈઓ તેમજ ફરસાણ સહિતની ખાદ્ય વસ્તુઓનું વેચાણ કરતા હોય છે તેને ધ્યાનમાં લઇ આજે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ગરબાડામાં જુદી જુદી 8 ફરસાણની દુકાનો પરથી તેલ અને માવાની મીઠાઈના ચકાસણી કરી હતી. દુકાનદારો તગડો નફો રળી  લેવા માટે ભેળસેલ યુક્ત પદાર્થો વેચી લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતાં હોય છે.જેને લઇને આજે ફુડ વિભાગ દ્વારા ગરબાડા નગરમાં જુદી જુદી ફરસાણની દુકાનો ઉપર સર્વે કરીને ખાદ્યચીજો આને તળવાના તેલની ગુણવત્તા ની ચકાસણી કરી હતી.ભેળસેળ યુક્ત પદાર્થો વેચતા વેપારીઓમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખની છે કે રાખડીને હવે ગણતરીના બે દિવસો બાકી રહ્યા છે ત્યારે છેલ્લે છેલ્લે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની નિષ્ફળ કામગીરી અંગે દૈનિક સમાચારોમાં પ્રગટ થયા બાદ સફાળા જાગેલા તંત્રએ ખાનાપૂર્તિ માટે ગરબાડા નગરમાં ચેકિંગ હાથ ધર્યું હતું. પરંતુ ગરબાડા સિવાય અન્ય તાલુકા મથકો તેમજ આંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં પણ રાખડી ના તહેવારો દરમિયાન પુષ્કળ પ્રમાણમાં મીઠાઈઓનું વેચાણ થાય છે. અત્યારે બે દિવસમાં આરોગ્ય વિભાગ કેટલા સ્થળે ચેકિંગ કરી નમુના એકત્રિત કરશે તે એક મોટો સવાલ છે. અને આ એકત્રિત કરેલા નમૂનાઓ નો રિપોર્ટ ક્યારે આવશે. તે નમૂનાઓ પથકરણમાં સાચા સાબિત થાય છે કે ભેળસેળ યુક્ત સાબિત થાય છે તે તો પછીનો વિષય છે પરંતુ કરોડો રૂપિયાની મીઠાઈઓ રાખડીના તહેવાર દરમિયાન દાહોદ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા લોકો આરોગી જશે પછી શું.? રાખડીના બે દિવસ પહેલા આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ એટલે ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવા ઘાટ સર્જાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!