Sunday, 08/09/2024
Dark Mode

પૂંછડે ચાર ટપકાવાળી લશ્કરી ઇયળ (ફોલ આર્મીવોર્મ) ના નિયંત્રણ માટેના પગલાં લેવા જરૂરી

August 25, 2023
        1385
પૂંછડે ચાર ટપકાવાળી લશ્કરી ઇયળ (ફોલ આર્મીવોર્મ) ના નિયંત્રણ માટેના પગલાં લેવા જરૂરી

પૂંછડે ચાર ટપકાવાળી લશ્કરી ઇયળ (ફોલ આર્મીવોર્મ) ના નિયંત્રણ માટેના પગલાં લેવા જરૂરી

 

     ( પ્રતિનિધિ ). ‌ સુખસર,તા.25

             જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયતના જણાવ્યા અનુસાર ખેડૂતોએ મકાઈ. બાજરી, જુવાર, જેવા પાકોમાં લશ્કરી ઈયળ (ફોલ આર્મી વોર્મ) ના સંભવિત ઉપદ્રવને ધ્યાને રાખી સમયસર નિયંત્રણ માટે પગલાં લેવા જરૂરી છે. જેમાં ખેતરમાં ૧ પ્રકાશ પિંજર અથવા નર કુદાને આકર્ષવા ૫૦ ફેરોમોન ટ્રેપ/હેક્ટરે ગોઠવવા તથા તેની લ્યુર દર ૪૦ દિવસે બદલવાની રહેશે. ઉપદ્રવની શરૂઆતમાં બેસીલસ થુરીન્ઝીન્સીસ ડબ્લ્યુજી (૧૦-સીએફયુ /ગ્રામ) ૨૦ ગ્રામ અથવા બ્યુવેરિયા બેઝિયાના (૨×૧૦ ‘સીએફયુ/ગ્રામ) ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં ભેળવી ભૂંગળી ભીંજાય તેમ છંટકાવ કરવું. ઉપદ્રવની શરૂઆતમાં રેતી અથવા માટી ૫ ગ્રામ પ્રતિ છોડ ભૂંગળીમાં નાખવી અથવા વિષપ્રલોભિકા (૨૫ કિલો ગ્રામ ડાંગરની કુશકી/મકાઈનું ભૂસુ /૫ કી ગ્રા ગોળ / ૫ લિટર પાણી ૨૫૦ ગ્રામ થાયોડીકાર્બ ૭૫ ડબ્લ્યુપી / ૧૨૫ ગ્રામ એમામેકટીન બેનઝોએટ અથવા ક્લોરાન્ટ્રાનીલી પ્રોલ ૦૪/જી ૨૦ કિ. ગ્રામ હે. ભૂંગળીમાં આપવી અને તેના ૧૫ દિવસ બાદ આ પૈકી કોઈપણ એક માવજત ફરીથી આપવી પાકની લણણી અને છેલ્લા છંટકાવ વચ્ચે ૧૫ દિવસનો સમયગાળો રાખવો.                

      ક્લોરાન્ટ્રાનીલીપોલ ૧૮.૫ એસ સી ૩ મિલી અથવા સ્પાઈનોટેરામ ૧૧.૭ ઈ સી ૧૦ મિલી અથવા એમામેકટીન બેનઝોએટ ૫ એસજી ૪ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છોડ ભીંજાય તેવી રીતે છંટકાવ કરવો. ઘાસચારાની મકાઇમાં વધુ ઉપદ્રવ જણાય તો તાત્કાલિક તેને કાપી ને ઢોરને ખવડાવી દેવી. રાસાયણિક કીટ નાશકના છંટકાવ અને કાપણી વચ્ચે ઓછામાં ઓછું ૧૫ દિવસનો સમયગાળો જાળવવો લીમડાની લીંબોળીની મીંજનો ભુક્કો ૫૦૦ ગ્રામ (૫%અર્ક) અથવા લીમડાનું તેલ ૩૦ મિલી (પાણીમાં ભેળવવા ૧૦ ગ્રામ કપડા ધોવાનો પાવડર ઉમેરવો) અથવા લીમડા આધારીત તૈયાર કીટનાશક ૧૦ મિલી (૫%ઈસી) થી ૫૦ મિલી (૦.૦૩ ઈસી) ૧૦ લિટર પાણીમાં ઉમેરી છોડની ભૂંગળી બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!