સંજેલીમા કોર્ટ પરિસરમાંથી મહિલા કોન્સ્ટેબલ નું અપહરણ કરનાર પિતા,ભાઈ અને પતિને જેલમાં ધકેલાયા.

Editor Dahod Live
1 Min Read

મહેન્દ્ર ચારેલ :- સંજેલી 

સંજેલીમા કોર્ટ પરિસરમાંથી મહિલા કોન્સ્ટેબલ નું અપહરણ કરનાર પિતા,ભાઈ અને પતિને જેલમાં ધકેલાયા.

કોસ્ટેબલ મહિલાએ પોતાના ભાઈ, પિતા અને પતિ સામે ફરિયાદ નોંધાવી હતી.

ઉર્વશીબેન અને તેના પતિ જયેશ પટેલ વચ્ચે અણબણાવને લઈ કોર્ટમાં કેસ ચાલતો હતો.

સંજેલી તા.21

દાહોદ જિલ્લાના લીમખેડા પોલીસ વિભાગમાં ઉર્વશીબેન કોસ્ટેબલ તરીકે ફરજ બજાવતી હતી. ઉર્વશી અને તેના પતિ જયેશ પટેલ વચ્ચે સંજેલી કોર્ટમાં કેસ ચાલતો હતો ઉર્વશીબેને શારીરિક માનસિક ત્રાસ ના કરેલા કેસની મુદત હોય તેઓ શનિવારે કોર્ટમાં આવ્યા હતા ત્યાં ઉર્વશીના ભાઈ,પિતા અને પતિએ કોર્ટ પરિસરમાંથી ધીંગાટોળી કરીને બળપૂર્વક ગાડીમા બેસાડી અપહરણ કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની પોલીસ વિભાગમાં દોડધામ મચી જવા પામી હતી. તોયણી થી ઉર્વશીબેન મળી આવ્યા બાદ પિતા ભાઈ અને પતિ સામે અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ભાઈ પિતા અને પતિને ઘરપકડ કર્યા બાદ મેજિસ્ટ્રેટના ઘરે રજૂ કરવામાં આવ્યા હતા. આ ત્રણે એ જામીન અરજી પણ રજૂ કરી હતી ત્યારે મેજિસ્ટ્રેટ દ્વારા ત્રણના જામીન નામંજૂર કરીને તેમને જેલના સળીયા પાછળ ધકેલી દેવાયા હતા.

Share This Article